જામનગર શહેરના પાંચ હાટડી વિસ્તારમાં યુવાન ઉપર જૂની અદાવતનો ખાર રાખી ઘાતક હુમલો કરવાના કેસમાં પોલીસે 7 શખ્સોને ઝડપી લીધા હતાં. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગરમાં આવેલી હર્ષદ મીલની ચાલી, રૂમ નંબર 23માં રહેતો ઓસમાણ મુસાભાઇ ખફી નામના યુવાન ઉપર પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી 7 જેટલા શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઇપ, છરી જેવા હથિયારો સાથે ઘાતક હુમલો કર્યો હતો અને યુવાન ઉપર હુમલો કરી તેનો મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. તેમજ ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રેહાન ઇકબાલ બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, રઉફ ગુલામ બેલીમ, સાકીર રફીક ખીલજી, મહમદ અખ્તર પંજા, અસલમ ઉર્ફે અસલો કાદર શેખ, તથા સદામ હનીફ પંજા સહિતના શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
View this post on Instagram


