આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને બુટલેગર કહેતા વિવાદ સર્જાયો છે. સુરતના સાત પોલીસ સ્ટેશનોમાં ગોપાલ ઇટાલીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમ આદર્મી પાર્ટીના નેતા ભાજપના નેતાઓને નિશાને લેવાની પણ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ પ્રમુખ સુરતના હોય આપના નેતાઓ સી.આર.પાટીલ ઉપર સીધુ નિશાન ટાંકે છે.ગત તા.18 મેના રોજ સોશિયલ મિડીયાના આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની અકે પોસ્ટ ઉપર અન્ય સોશિયલ મિડિયા યુઝર્સ ઉમેશ મારડીયા હિન્દુ પ્રજાપતિએ કોમેન્ટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે, ગોપાલભાઇ મેળ પડે તો એક બ્લેન્ડર મળી જાય તેવું કરો, નવસારી જલાલપોરમાં સોડા-પાણીની સગવડ છે. અને હા બે મિત્રો પણ મારી સાથે બેસવા વાળાને બ્લેન્ડર હોય તોપણ ચાલશે. દારૂની વિવિધ બ્રાન્ડ અંગે લખ્યું હતું. જેમાં જવાબમાં ગોપાલ ઇટાલીયાએ વિવાદાસ્પદ કોમેન્ટ લખી હતી. તેમણે ભાજપાના પ્રદેશ પ્રમુખનું નામ લઇને લખ્યું હતું કે, માજી બુટલેગર અને હાલના નવસારીના સંસદ સી.આર.પાટીલનો સંપર્ક કરો મેળ પડી જશે.
ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે. સાઇબર ક્રાઇમ અંતર્ગત કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઇટાલીયા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી છે. ગોપાલ ઇટાલીયા સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરીને શિક્ષાત્મક પગલાની માંગ કરી છે.
આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિરૂધ્ધ 7 એફઆઇઆર
ઇટાલીયાએ પાટીલને બુટલેગર કહેતાં વિવાદ શરૂ થયો છે