Sunday, January 5, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી 67 મોત

ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી 67 મોત

- Advertisement -

કોરોના ફરી માથું ઉંચકે તેવી દહેશત વ્યાપી છે ત્યારે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસ 2139 કેસ નોંધાયા છે જ્યારે 67 વ્યક્તિના મૃત્યુ થયા છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર 215 સાથે મોખરે અને ગુજરાત બીજા સ્થાને છે. સમગ્ર દેશમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂના કુલ 12881 કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે 399 વ્યક્તિના મૃત્યુ થયા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી 67 વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે અને તે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે. અગાઉ 2018માં 97, 2019માં 151, 2020માં બે, 2021માં બે વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં 2017થી નવેમ્બર 2022 સુધી સ્વાઇન ફ્લૂના કુલ 16944 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 654 વ્યક્તિ જીવ ગુમાવી ચૂકી છે. આ વર્ષે સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેમાં પંજાબ 41 સાથે ત્રીજા, તામિલનાડુ 25 સાથે ચોથા અને હરિયાણા 12 સાથે પાંચમાં સ્થાને છે. આમ, દેશમાં આ વર્ષે સ્વાઇન ફ્લૂથી જે કુલ મૃત્યુ થયા છે તેમાંના 17 ટકા માત્ર ગુજરાતમાંથી છે. સમગ્ર દેશમાં 2019માં સ્વાઇન ફ્લૂથી 2752, 2020માં 44 અને 2021માં 12 વ્યક્તિના મૃત્યુ થયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular