Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરગોરધનપર ગામ નજીકથી 60 નંગ દારૂની બોટલ તથા 93 નંગ ચપટા ઝડપાયા

ગોરધનપર ગામ નજીકથી 60 નંગ દારૂની બોટલ તથા 93 નંગ ચપટા ઝડપાયા

ઓટો રીક્ષા સહિત રૂા. 1,59,300 નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ : બે શખ્સો નાશી જતાં શોધખોળ

- Advertisement -

સીક્કા પોલીસે લહેર તળાવથી આગળ ગોરધનપર ગામની અંદર જતા બાવળની ઝાળી પાસેથી રૂા.1,59,300 ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને બે શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લહેર તળાવથી આગળ ગોરધનપર ગામની અંદર જતા બાવળની ઝાળી પાસે બે શખ્સો મોટરસાઈકલ તથા ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા હોવાની સીક્કાના હેકો સી ટી પરમાર, પો.કો. રોહિતભાઈ ભાટીયા, જીતેન્દ્રભાઈ પરમાર, કૃષ્ણપાલસિંહ જાડેજા તથા જયપાલભાઈ મેરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક આર બી દેવધા તથા સર્કલ પીઆઈ વી.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.એચ. બાર, હેકો ચંદ્રસિંહ પરમાર, ચંદ્રકાંતભાઈ ગાંભવા, પો.કો. રોહિતભાઈ ભાટીયા, કૃષ્ણપાલસિંહ જાડેજા, જીતેન્દ્રભાઈ પરમાર, જયપાલભાઈ મેર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.30000 ની કિંમતની 60 નંગ દારૂની બોટલ, રૂા.9300 ની કિંમતના 93 નંગ ચપટા તથા રૂા.1,20,000 ની કિંમતની જીજે-10-ટીડબલ્યુ-9380 નંબરની ઓટો રીક્ષા સહિત કુલ રૂા. 1,59,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઈડ દરમિયાન આરોપીઓ નવીન લક્ષ્મીદાસ દામા તથા હિરેન ઈન્દ્રજીત ચંદન નામના બે શખ્સો નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular