મફત ભેટોના વિતરણનો વિરોધ કરતા, ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે 31 માર્ચ, 2021 સુધીમાં રાજ્યો પર 59,89,360 કરોડ રૂપિયાની જવાબદારી હતી. ઉપરાંત, બિન-આવશ્યક મફત સુવિધાઓ પર વધતો ખર્ચ એક નવો ખતરો બની ગયો છે. અરજદારે જણાવ્યું હતું કે ઉત્તર -દેશ અને મહારાષ્ટ્ર પર અનુક્રમે રૂ. 6,62,891 કરોડ અને રૂ. 5,36,891 કરોડની જવાબદારીઓ છે અને તેઓ આ બાબતે ટોચના છે. બીજી તરફ, પંજાબ દેવું અને ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (03127) રેશિયોમાં ટોચ પર છે.અરજદાર અશ્ર્વિની ઉપાધ્યાય દ્વારા ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની બેંચ સમક્ષ કરાયેલી લેખિત રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે પંજાબમાં 2,49,187 કરોડ રૂપિયાની જવાબદારી સાથે વર્તમાન નાણાકીય વર્ષમાં 53:3નો સૌથી ખરાબ ડેટ-ટુ-જીએસડીપી રેશિયો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજોમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત ભેટ આપવાનું વચન આપવાની પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ચૂંટણી પંચને આવા રાજકીય પક્ષોના ચિન્હો પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી હતી. તેમજ તેમની સત્તાનો ઉપયોગ કરીને તેમનું રજીસ્ટ્રેશન રદ કરવા અપીલ કરવામાં આવી છે.
બેન્ચે કેન્દ્ર, નીતિ આયોગ અને નાણાં પંચ જેવા પક્ષકારોના મંતવ્યો માંગ્યા છે અને તેમને મફત સુવિધાઓના મુદ્દા પર વિચાર કરવા કહ્યું છે. કોર્ટે સંકેત આપ્યો હતો કે તે સરકારને આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં સૂચવવા માટે એક મિકેનિઝમ બનાવવાનો આદેશ આપી શકે છે. ઉપાધ્યાયે વરિષ્ઠ એડવોકેટ વિજય હંસરિયા અને એડવોકેટ અશ્ર્વિની કુમાર દુબે મારફત સૂચનો સાથે લેખિત રજૂઆત કરી છે. દલીલોમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત અહેવાલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.