જામનગરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે કોવીડ હોસ્પિટલમાં પણ સારવાર દરમિયાન રોજે અનેક દર્દીઓના મૃત્યુ થઇ રહ્યા છે. પરિણામે સ્મશાનમાં અંતિમક્રિયા કરવા માટે પણ વેઈટીંગ છે. આજે રોજ જામનગરના માણેકબાઈ સુખધામ સ્મશાન ખાતે કોરોનામાં મૃત્યુ થયેલ 8 દર્દીઓના શબ વેઈટીંગમાં છે. જામનગરની સ્થિતિ હાલ અત્યંત ગંભીર છે. ત્યારે સ્મશાનમાં દિવસભર શબને અગ્નિદાહ આપવા છતાં પણ આજે 8 જેટલા શબ વેઈટીંગમાં છે. જે ખરેખર ગંભીર બાબત કહી શકાય.
જામનગરની કોવીડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઇ રહેલ 60 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. છતાં પણ સરકાર દ્વારા સરકારી ચોપડે આ આંકડા દર્શાવવામાં આવતા નથી. અને એક તરફ સ્મશાનોમાં શબની લાઈનો પડી છે. તો એક તરફ જામનગરની કોવીડ હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે એક પણ બેડ ખાલી નથી. અને હોસ્પિટલમાં પણ એમ્બ્યુલન્સની લાઈનો લાગી છે. દર્દીઓના ટપોટપ મોતના પગલે સ્મશાનમાં આ ભયાવહ દ્રશ્યો સર્જાયા છે.