જામનગર નજીક યુવાનો ઉપર ફાયરીંગ અને હુમલાના કેસમાં પોલીસે ચાર શખ્સોને ઝડપી લીધા હતાં. આ શખ્સો પાસેથી પોલીસે દેશી બનાવટના કટ્ટો, જીવતા કાર્ટીસ, લોખંડના પાઇપ, મોટરકાર સહિત કુલ રૂા.18,10,440નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ જામનગરમાં અગાઉ થયેલી મારામારીનો ખાર રાખી 9 જેટલા શખ્સોએ થાર કારમાં જતાં ત્રણ વ્યકિતઓની કારને ઠોકર મારી રોડ પરથી નીચે ઉતારી દઇ ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી હુમલો કર્યાના બનાવમાં પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. અને જામનગર જિલ્લામાં નાકાબંધી કરી હતી. મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના સુપરવિઝન હેઠળ એલસીબીના પીઆઇ વી.એમ. લગારીયા, એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી, સિકકા પીઆઇ પી.ટી. જયસ્વાલ, તથા સ્ટાફે આરોપીઓની શોધખોળ દરમિયાન મોહસીન ઉર્ફે મુસો મહેબુબ રૂમી, હમીદ ઉર્ફે રાંઝો જાનમહમદ બ્લોચ, તબરેઝ રફીક હાલાણી, નુરમામદ ખલીલ સીદીકી, તોહીદખાન ઉર્ફે પપ્પુ ફિરોઝખાન શેખ, વિજય ઉર્ફે ગોનો ઘેલા સીંગરખીયા નામના છ શખ્સોને ઝડપી લીધા હતાં. અને રૂા.10,000ની કિંમતના બે દેશી બનાવટના કટ્ટો (તમંચો), રૂા.300ની કિંમતના ત્રણ જીવતા કાર્ટીસ, ચાર લોખંડના પાઇપ, એક લોખંડનો કોઇતો, છરી, હથોડી, રૂા.3,00,000ની કિંમતની મોટરકાર, રૂા.15,00,000ની કિંમતની જીજે10 ઇસી 0786 નંબરની થાર મોટરકાર સહિત કુલ રૂા.18,10,440નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં અન્ય આરોપીઓ અલ્તાફ ગફાર ખફી, અનવર ગફાર ખફી, મુખ્યાત ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, મહેબુબ બોદુ ખફી, હનીફ મુસા ખફી તથા હુસેન બોદુ ખફીની તપાસ ચાલી રહી છે.
View this post on Instagram


