રાજસ્થાનના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગમાં માહિતી સહાયકનો પ્રારંભિક માસિક પગાર 12,000 રૂપિયા છે. કાયમી થવા પર દર મહિને પગાર વધીને 32 હજાર રૂપિયા થઈ જાય છે. કલ્પના કરો કે માહિતી સહાયક કાર્યકર કેટલી સંપત્તિ હોઈ શકે છે. 5 લાખ, 10 લાખ કે 20 લાખ, કદાચ પગાર મુજબ, તમે અનુમાન કરી શકો છો.
પરંતુ જયારે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને રાજસ્થાનની એક મહિલા કર્મચારીની પ્રોપર્ટીની જાણ થઈ તો ટીમના અધિકારીઓ પણ આરૂર્યચકિત થઈ ગયા. હા, એસીબીની ટીમે રૂ. 6 કરોડની અપ્રમાણસર સંપત્તિ મળી છે. આ અંગેની માહિતી મળતાં એસીબીની ટીમે પ્રતિભા કમલની જગ્યા પર દરોડો પાડીને સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન મળી આવેલી મિલકત જોઈને એસીબીના અધિકારીઓના હોશ ઉડી ગયા હતા.
એસીબીના ડીજી ભગવાન લાલ સોનીએ જણાવ્યું હતું કે પ્રતિભા કમલના બે સ્થળો પર અપ્રમાણસર સંપત્તિની ફરિયાદો મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન જયપુર સ્થિત તેમના ઘરેથી 22.90 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. આ સાથે દોઢ કિલો સોનાના દાગીના, બે કિલો ચાંદી, ચાર લક્ઝરી કાર, એક ઇખઠ કાર, એક ઇખઠ મોટરસાઇકલ સહિત મોટી જંગમ મિલકતની માહિતી મળી છે.
પ્રતિભા કમલ અને તેના સંબંધીઓના નામે 11 બેંક ખાતા હોવાની માહિતી મળી છે, જેના વિશે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. 12 વીમા પોલિસીના દસ્તાવેજો મળી આવ્યા છે. આ સાથે 7 દુકાનો અને 13 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી એસીબીના એડીશનલ એસપી પુષ્પેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ એડીજી દિનેશ એમએનના માર્ગદર્શન હેઠળ કરી રહી છે.
એસીબીની ટીમે મંગળવારે સવારે અચાનક માહિતી સહાયક પ્રતિભા કમલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બપોર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર, મળી આવેલી મિલકત અંગેની માહિતી મીડિયા સાથે શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર પ્રતિભા કમલની સંપત્તિના સમાચાર આવતા જ તમામ કર્મચારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રતિભાની સંપત્તિ જાણીને મંગળવારે ડીઓઆઈટી ઓફિસમાં આખો દિવસ આ વાતની ચર્ચા ચાલી રહી હતી. અઇઈના ટીમ હવે બેંક ખાતાઓની તપાસ કરશે. ખાતાઓમાં વધુ જમા રકમ સામે આવે તેવી શક્યતા છે.