Tuesday, January 7, 2025
Homeરાષ્ટ્રીય6.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી આસામની ધરા, અનેક ઈમારતોમાં નુકશાન

6.4ની તીવ્રતાના ભૂકંપથી ધ્રુજી આસામની ધરા, અનેક ઈમારતોમાં નુકશાન

બંગાળ-પૂર્વોત્તર ભારતમાં પણ અનુભવાયા આંચકા

- Advertisement -

પૂર્વોત્તર રાજ્ય આસામમાં આજે સવારે જોરદાર ભુકંપના આંચકાઓથી ધરા ધ્રુજી ઉઠી હતી. 6.4ની તીવ્રતાના આ ભૂકંપના લીધે અનેક ઈમારતોને નુકશાન થયું છે. આ સિવાય રસ્તાઓ પર પણ તિરાડો પડી ગઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આસામ સહિત ઉત્તર બંગાળમાં ભૂકંપનો પ્રભાવ અનુભવાયો હતો. ગુવાહાટીમાં અનેક જગ્યાએ વીજળી ડૂલ થઈ ગઈ હતી. 

- Advertisement -

ભૂકંપના પરિણામે ગુવાહટીમાં સૌથી વધુ નુકશાન થયું છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્રારા મળેલ જાણકારી અનુસાર ભૂકંપનો આંચકો સવારે 7:51 વાગ્યે અનુભવાયો હતો. તેની થોડી મિનિટો બાદ વધુ બે આંચકમ અનુભવાયા. ભૂકંપની તીવ્રતા એટલી વધુ હતી કે રાજ્યમાં અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ હોવાના અહેવાલ છે. સોનીતપુરને ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધવામાં આવ્યું છે.

ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં દિવાલો ધરાશાયી થઈ હતી. તે જ સમયે, વૃક્ષો પણ ધરાશાઈ થયા હતા. ભૂકંપને કારણે ઘણું નુકસાન થયાનું પણ જણાવાયું છે. આ ઉપરાંત ઉત્તર બંગાળ અને બિહારના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા છે. આસામના અનેક વિસ્તારોમાં ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ ઘાયલ થયું હોય તેવા સમાચાર સામે નથી આવ્યા.

- Advertisement -

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, આસામમાં ભૂકંપના મોટા આંચકા અનુભવાયા છે. હું તમામ લોકોના કુશળ મંગળ હોવાની કામના કરું છું. સાથોસાથ લોકોને અલર્ટ રહેવાની સલાહ આપું છું, બાકી જિલ્લાઓથી અપડેટ લઈ રહ્યો છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular