Saturday, April 4, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકોના 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપામાં 583 દાવેદારો

જામ્યુકોના 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપામાં 583 દાવેદારો

સેન્સ પ્રક્રિયા પૂર્ણ, પ્રદેશ કક્ષાએ નિરીક્ષકો રીપોર્ટ સોંપશે : સૌથી વધુ વોર્ડ નં.7 અને સૌથી ઓછા વોર્ડ નં.12માં દાવેદારો

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં જામનગરમાં 16 વોર્ડમાં 583 દાવેદારોએ દાવેદારી કરી હતી. બે દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયાનો રીપોર્ટ પ્રદેશ કક્ષાએ સોંપવામાં આવશે.

- Advertisement -

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી જામનગર મહાનગરપાલિકાની ચુંટણીને લઇ તા.1 એપ્રિલના રોજ શહેર ભાજપ કાર્યાલય ખાતે જામનગરના તમામ વોર્ડમાં ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બે દિવસ સેન્સ પ્રક્રિયા યોજાઇ હતી. જેમાં 1 થી 8 વોર્ડ માટે ફ્રેન્સ હોલ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નિરીક્ષકો તરીકે ઉપસ્થિત ધારાસભ્ય કેશવલાલ પટેલ (કેશુભાઇ), પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર મહામંત્રી કર્ણાવતીના ભુષણભાઇ ભટ્ટ, પ્રદેશ કારોબારી સભ્ય અને ગાંધીનગરના પૂર્વ દંડક તેજલબેન નાયીએ દાવેદારોને સાંભળ્યા હતાં. વોર્ડ નં.1માંથી 25, વોર્ડ નં.2માં 28, વોર્ડ નં.3માંથી 47, વોર્ડ નં.4માંથી 27, વોર્ડ નં.5માં 34, વોર્ડ નં.6માં 25, વોર્ડ નં.7માં 48 તથા વોર્ડ નં.8માં 43 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.

વોર્ડ નં.9 થી 16 માટેની સેન્સ પ્રક્રિયા શહેર ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવી હતી. જ્યાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો તરીકે ઉપસ્થિત ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ મંત્રી અમીતભાઇ ઠાકર, પૂર્વ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ મેયર ગૌતમભાઇ શાહ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળ્યા હતાં. જેમાં વોર્ડ નં.9માં 46, વોર્ડ નં.10માં 43, વોર્ડ નં.11માં 43, વોર્ડ નં.12માં 5, વોર્ડ 13માં 45, વોર્ડ નં.14માં 44, વોર્ડ નં.15માં 40 તથા વોર્ડ નં.16માં 40 દાવેદારોએ દાવેદારી કરી હતી.

- Advertisement -

આમ જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે 583 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. સૌથી વધુ વોર્ડ નં.7માં 48 દાવેદારોએ દાવેદારી કરી હતી. જ્યારે વોર્ડ નં.12માં સૌથી ઓછા 5 દાવેદારો નોંધાયા છે. પ્રદેશ કક્ષાએ આવેલા નિરીક્ષકોએ તમામ દાવેદારોને સાંભળી રીપોર્ટ તૈયાર કર્યો હતો. અને આ રીપોર્ટ પ્રદેશ કક્ષાએ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આગામી દિવસોમાં ભાજપાની ઉમેદવારોની યાદી જાહેર થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular