રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૨.૨૦૨૨ ના રોજ…..
સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૨૮૪૨.૭૫ સામે ૫૨૪૩૦.૦૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૨૨૬૦.૮૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૨૩.૪૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮૧.૩૪ પોઈન્ટના ઉછાળા સાથે ૫૩૪૨૪.૦૯ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૭૨.૨૦ સામે ૧૫૭૭૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૫૬૭૬.૩૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૫૬.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫૬.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૦૧૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, પરંતુ નીચા મથાળે ફંડો, મહારથીઓએ નવી મોટી ખરીદી સાથે શોર્ટ કવરિંગે તેજી કરી હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઝડપી રશિયન સેના યુક્રેનના એક પછી એક શહેરો – પ્રમુખ મથકો કબજે કરતાં હવે યુક્રેનમાં સત્તા પલટો નક્કી બની ગયો હોઈ યુદ્વનો ટૂંકાગાળામાં જ અંત આવવાની શકયતાએ વૈશ્વિક બજારોમાં આજે પ્રત્યાઘાતી રિકવરી સાથે ભારતીય શેરબજારમાં પણ ફંડોએ નીચા મથાળે નવી લેવાલી સાથે શોર્ટ કવરિંગ કર્યું હતું. રશિયાની શરતો સાથે યુક્રેન સરકાર શરણાગતિ સ્વિકારે તો રશિયા યુદ્વ વિરામ કરવા તૈયાર હોવાના અહેવાલો એ આજે ખાસ રિયલ્ટી, આઇટી અને ટેક શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ઘટાડે ખરીદીની તક ઝડપી હતી. આ સાથે હેલ્થકેર, કેપિટલ ગુડ્સ, ટેલિકોમ, સીડીજીએસ, ફાઈનાન્સ અને એફએમસીજી શેરોમાં વેલ્યુબાઈંગ કરતાં ભારતીય શેરબજાર શરેરાસ ૧૨૦૦ પોઈન્ટની અફડાતફડીના અંતે નોંધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ અસમંજસની સ્થિતિ યુદ્ધમાં ફરતા વિશ્વભરના શેરબજારોમાં સતત ૧૭ દિવસ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યા બાદ હવે યુદ્ધના એંધાણ ઓસરતા અને બોર્ડર પરથી વાટાઘાટના સમાચાર આવતા ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગે તેજી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી શેરોને ઉછાળીને સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં લોકલ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ઓપરેટરોએ સતત લેવાલી એ ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૪૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૩૩% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, એનર્જી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૮૫ અને વધનારની સંખ્યા ૨૨૪૩ રહી હતી, ૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, યુક્રેન પર રશિયાના હુમલો વધવાની સાથે ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દિવસે ને દિવસે મોંઘુ થતું ક્રૂડ ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે. ઈન્વેસ્ટમેન્ટ બેન્કર મોર્ગન સ્ટેન્લીનું કહેવું છે કે જો રશિયાથી ઓઈલનો પુરવઠો ખોરવાશે તો ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ ૧૮૫ ડોલરના સ્તરે પહોંચી શકે છે. ક્રૂડ ઓઈલ સોમવારે ૧૩૦ ડોલરના સ્તરે પહોંચી ગયું છે. અમેરિકા અને યુરોપના અન્ય દેશો રશિયા પર કડક પ્રતિબંધો લાદી રહ્યા છે. રશિયા પર તમામ પ્રકારના પ્રતિબંધો લાદવાથી વૈશ્વિક એનર્જી બજાર પર ખૂબ જ ખરાબ અસર પડશે. ખાસ કરીને યુરોપના દેશોએ આના ગંભીર પરિણામો ભોગવવા પડશે અને ભારત જેવા ક્રૂડ પર નિર્ભર દેશોની સ્થિતિ વધુને વધુ ખરાબ થશે.
રશિયા વિશ્વનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ પૈકીનો એક છે. તે દૈનિક ધોરણે ૧.૧ કરોડ બેરલ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. તેમાંથી તે અડધું જ વાપરે છે અને દરરોજ ૫-૬ મિલિયન બેરલની નિકાસ કરે છે. રશિયા કરતાં માત્ર અમેરિકા જ વધુ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન કરે છે. રશિયાની અડધી નિકાસ જર્મની, ઇટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ, ફિનલેન્ડ, લિથુઆનિયા, ગ્રીસ, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા યુરોપિયન દેશોમાં કરે છે.અહીં ઓપેક દેશોએ પણ ક્રૂડ ઉત્પાદન ન વધારવાનો નિર્ણય લીધો છે. એક અંદાજ મુજબ યુક્રેન – રશિયામાં વધતા તણાવને કારણે આગામી દિવસોમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ ૧૮૦ ડોલર સુધી પણ પહોંચી શકે છે. જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર જોવા મળશે.
તા.૦૯.૦૩.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૮.૦૩.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૦૧૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૦૮૮ પોઈન્ટ થી ૧૬૧૦૬ પોઈન્ટ ૧૬૧૬૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૮૦૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૮.૦૩.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૩૨૮૬ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૩૦૦૩ પોઈન્ટના પ્રથમ અને ૩૨૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૩૩૭૩ પોઈન્ટ થી ૩૩૪૪૦ પોઈન્ટ, ૩૩૫૦૫ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૩૫૦૫ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ઈન્ફોસિસ લિમિટેડ ( ૧૭૭૯ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૧૮ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઈન્ડીગો ( ૧૬૦૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૩૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૫૦૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૨૬ થી રૂ.૧૬૪૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૧૭૪ ) :- રૂ.૧૧૪૭ નો પ્રથમ તેમજ રૂ.૧૧૩૦ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૯૩ થી રૂ.૧૨૦૨ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૪૭ ) :- બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૬૩ થી રૂ.૮૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૮૨૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- રામકો સિમેન્ટ ( ૭૧૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૨૩ થી રૂ.૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- કોટક બેન્ક ( ૧૭૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૦૭ થી રૂ.૧૬૯૬ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટેક મહિન્દ્ર ( ૧૪૬૬ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૯૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૨૬૮ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૯૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૪૪ થી રૂ.૧૨૩૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- સન ફાર્મા ( ૮૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૮૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૮૩૮ થી રૂ.૮૨૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૦૦ ) :- રૂ.૭૧૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૨૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૮૬ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )