તેઓ 68 વર્ષના છે, તેમનું નામ બાલુબેન મકવાણા છે. બાલુબેન અને અન્ય 50 દલીત મહિલાઓએ ઘોળકા તાલુકાના વૌઠા ગામમાં,1989ની સાલમાં બંજર જમીનને ખેડવાનું શરૂ કર્યું. મહિલાઓએ કોદાળી વડે હજારો ગાડાં બાવળ કાપ્યા. જમીનને સમથળ બનાવી અને આ જમીનને ઉપજાઉ બનાવવા પરસેવો વહાવ્યો.
રોજ 8 થી 10 કલાક મહેનત કરી 10 વર્ષ પછી આ મહિલાઓએ જમીનને ઉપજાઉ બનાવવામાં સફળતા મેળવી. 2000ની શાલથી આ મહિલાઓ આ જમીન પર મગફળી, એરન્ડા અને કપાસ ઉગાડે છે.વાર્ષિક રૂા.8લાખની આવક મળે છે. હવે 30 વર્ષના સમય પછી આ મહિલાઓ પર લેન્ડગ્રેબિંગ નામના નવા કાયદાની તલવાર લટકવાનું શરૂ થયું છે.
આ દલીત મહિલાઓ એમ કહે છે કે, અમારા ગામના વગદાર લોકો અમારી આ કામગીરીથી ખુશ નથી. તેઓ અમને જમીન ખાલી કરવા અથવા નવા કાયદાનો સામનો કરવા તૈયાર રહેવા ધમકીઓ આપે છે. અમે લોહી અને પસીનાથી આ જમીનને ફળદ્રુપ બનાવી છે. 68 વર્ષના બાલુબેન કહે છે, અમે મરી જવાનું પસંદ કરીશું પરંતુ જમીન ખાલી નહી કરીએ.
મણીબેન નામના 65 વર્ષના વૃધ્ધા કહે છે, હું 35 વર્ષની હતી ત્યારથી આ જમીન પર કામ કરી રહી છું. હવે માથાભારે લોકો અમને ધમકીઓ આપે છે. મણીબેનની અટક વાઘેલા છે.
2017માં તત્કાલીન કૃષિમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્થાનિક તંત્ર પર ભલામણ કરતો પત્ર લખી છે. એમ જણાવ્યું હતું કે, આ 100 એકર જમીન સામુહિક રીતે આ મહિલાઓના નામે ટ્રાન્સફર કરવામાં આવે. અત્રે નોંધનીય છે કે, આ મહિલાઓ આ 100 એકર જમીન પૈકી 25 એકર જમીન પર ખેતી કરે છે.