Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરરામપર ગામમાં ગાય-ભેંસ વર્ગના 500 પશુઓને કાને કડી લગાવાઇ

રામપર ગામમાં ગાય-ભેંસ વર્ગના 500 પશુઓને કાને કડી લગાવાઇ

પશુઓની ઓળખ માટે આધાર યોજના જેવી કાને કડી લગાવવાની યોજના

- Advertisement -

ભારત સરકાર દ્વારા નિયત થયેલ 12 આંકડાના બારકોડેડ પ્લાસ્ટીકની કડી તેમના કાનમાં પહેરાવી, જેતે પશુમાલીકના નામ, મોબાઈલ નંબર સામે એનડીડીબી દ્વારા ખાસ વિકસાવેલ ઈનાફ પોર્ટલ પર તેની નોંધણી કરવામાં આવે, જે રાષ્ટ્રીય કાર્યક્રમ ગુજરાત સરકારના પશુપાલન ખાતુ-ગાંધીનગર દ્વારા પોતાના તમામ જિલ્લામાં અમલવારીના ભાગ રૂપે ચાલુ છે. આ કાર્યક્રમથી આપણા દરેક પશુપાલકોને પોતાના તમામ ગાય-ભેંસ વર્ગના પશુઓની માલિકી, તંદુરસ્તી અને ઉત્પાદન સંબંધી તમામ વિગતો જેવી કે પશુઓમાં રસીકરણ, સારવાર, પશુરોગ નિદાન, પશુનું નોંધાયેલ ઉત્પાદન, કૃત્રિમ બીજદાન, પશુની ગાભણ અવસ્થા, પશુ વિયાણ તથા બચ્ચા ઉછેર અંગેની વિવિધ માહિતી પશુપાલકના આંગણીના ટેરવે પોતાના જ મોબાઈલ પર ભારત સરકાર દ્વારા ખાસ વિકસાવેલ ઇ-ગોપાલા એપ થકી જાતે મેળવી શકે છે.

હાલ, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત – જામનગર તથા પશુપાલન ખાતુ (ગુ.રા.)ગાંધીનગરનાં સંયુકત ભગીરથ પ્રયાસોથી આપણે જામનગર જિલ્લાના આશરે સવા લાખ પશુઓને જિલ્લા પશુપાલન અધિકારી ડો. અનીલ વીરાણીના નેજા હેઠળ પશુના કાનમાં પ્લાસ્ટીકની કડી પહેરાવવાનો ઝુંબેશના સ્વરૂપેનો કાર્યક્રમ કરી તમામ પશુઓને ઓનલાઈન પશુઓને રજીસ્ટર કરેલ છે.

જામનગર તાલુકાના રામપર ગામે સ્ટેટ અધિકારી ડો. અમીત કાનાણીના વડપણ હેઠળ અંદાજે 500 પશુઓને કાનમાં કડી પહેરાવવાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. જેમા ખાસ કરીને રામપર ગામના સરપંચ રાહુલભાઈ જાટીયા દ્વારા અંગત રસ દાખવી સૌપ્રથમ પોતાના પશુ, બાદમાં ગામનાં દરેક પશુપાલકોના તમામ પશુઓને સમજુત કરીને કાનમાં કડી પહેરાવીને ઓનલાઈન પશુઓને રજીસ્ટર કરવામાં આવ્યા હતા.

હજુ જામનગર જિલ્લામાં આ રાષ્ટ્રીય કામગીરી તા. 31મી જુલાઈ સુધી ચાલુ છે. જેથી જિલ્લા નોડેલ અધિકારી ડો. વીરાણી દ્વારા અનુરોધ છે કે બાકી રહેલ તમામ પશુપાલકો સત્વરે પોતાના પશુઓને કાનમાં કડી પહેરાવી, પોતાના પશુઓને ઓનલાઈન પોર્ટલ-પર રજીસ્ટર કરાવે. જેનાથી પશુઓને કુદરતી આફતો, બિમારી સમયે તથા પશુ ગુમ થવા સમયે કાને લગાવવામાં આવેલ કડી પશુઓને ઓળખવામાં ખુબ ઉપયોગી થશે. જેથી દરેક પશુપાલક આ રાષ્ટ્રીય યોજનામાં સહભાગી થઈ પોતોના તમામ પશુઓને ઇનાફ પોર્ટલ પર રજીસ્ટર કરાવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular