અઠવાડિયા દરમિયાન મળેલ ઓનલાઈન તેમજ ટેલીફોનીક/ઓફલાઇન ફરીયાદ નો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર ની ડ્રાઈવ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા ના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ગ્રેઇન માર્કેટ, દાણપીઠ, બારદાનવાલા રોડ, કડીયાવાડ જેવા વિસ્તારમાંથી કુલ 50 મિલેટ્સ ખાદ્ય પદાર્થ ના નમુના લઈ પરીક્ષણ અર્થે RFL લેબોરેટરી રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા. જેના પૃથ્થકરણ રીપોર્ટ આવે થી આગળની FSSAI-2006 તથા નિયમો-2011 હેઠળ આગળ કાર્યવાહી કરવામાં આવશે તેેમજ જામનગર મહાનગરપાલિકાના એફ.એસ.ઓ.દ્વારા કાલાવડ નાકા બહાર આવેલ સ્લોટર હાઉસની સરપ્રાઈઝ વિઝીટ કરી જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.