Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકુંભ મેળામાંથી પરત આવેલા 5 યાત્રીકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

કુંભ મેળામાંથી પરત આવેલા 5 યાત્રીકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

જામનગર રેલ્વે સ્ટેશન ખાતે 33 એન્ટીજન અને 32 આરટીપીસીઆર ટેસ્ટ કરાયા : અલિયાબાડા પીએચસીના હેલ્થ ઓફિસર અને ટીમ દ્વારા ચેકીંગ કાર્યવાહી

- Advertisement -

હરિદ્વાર ખાતે યોજાયેલાં કુંભ મેળામાં સાઘુ સંતો સહિત લોકો મોટી સંખ્યામાં એકઠાં થયા હતાં. જેના પગલે કુંભ મેળામાં અનેક સાઘુઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા. તેને ધ્યાને લઇ કુંભમેળા માંથી આવતાં શ્રધ્ધાળુઓ કોરો સ્પ્રેડર ન બને તે માટે ત્યાંથી આવતાં તમામ લોકોના કોરોનાના ટેસ્ટ ફરજીયાત કરવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે હરિદ્વારથી આવેલી ઉત્તરાંચલ એકસપ્રેસ જામનગર રેલ્વે સ્ટેશન ખાતે કુંભમાંથી આવેલા યાત્રિકોના કોવિડ ટેસ્ટ માટેની કાર્યવાહી અલિયાબાડા પીએચસી સેન્ટરના હેલ્થ ઓફિસર રાહુલ પટેલ, રીટાબેન ગૌસ્વામી અને ટીએમપીએસ વરૂભાઇ દ્વારા 33 યાત્રિકોના એન્ટીજન અને 32 યાત્રિકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકીના 5 યાત્રિકોના એન્ટીજન ટેસ્ટ કોવિડ પોઝિટીવ આવતા તેઓને હોમકવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

- Advertisement -

કુંભમેળો સુપર સ્પ્રેડર બને નહીં એ માટે ગુજરાત સરકાર દ્વાર આ નિર્ણય કરવામાં આવ્યો છે. કુંભમાં ગયેલી તમામ વ્યકિતઓના રાજય સરકાર દ્વારા કોરોના ટેસ્ટ હાથ ધરવા સુચના આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular