જામનગર શહેરમાં જુગાર રમતા શખ્સોને પકડી પાડવા માટે પોલીસ દ્રારા રોજે વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ગઈકાલના રોજ પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન ભીમવાસ શેરી નં-3માં 5 શખ્સો જાહેરમાં બેસી કાંટ-છાપનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે દરોડો પાડી રૂ.11253ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો. જામનગર શહેરના ભીમવાસ શેરી નં-3માં દેવજીભાઈ ભીમજીભાઈ વાઘેલા, હિરેનભાઈ ઉદેશંગ ચૌહાણ, રવિભાઈ મગનભાઈ ચૌહાણ, ભાવેશભાઈ દેવજીભાઈ ધુલિયા તથા અશોકભાઈ ઉર્ફે લાલો ગુણવંતભાઈ ચૌહાણ નામના શખ્સો જાહેરમાં બેસી રૂપિયાના સિક્કા ઉછાળી કાંટ-છાપનો જુગાર રમી રહ્યા હતા તે દરમિયાન પોલીસે દરોડો પાડી રૂ.11253ની રોકડ રકમ જપ્ત કરી તમામની ધરપકડ કરી સીટી બી ડીવીઝન પોલીસ દફતરમાં જુગારધારા કલમ 12 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.