Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરએસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી 49 દિ.પ્લોટ રોડ ખુલ્લો કરાયો

એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણો હટાવી 49 દિ.પ્લોટ રોડ ખુલ્લો કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેેટ શાખા દ્વારા શહેરના 49 દિ.પ્લોટ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણો હટાવી 49 દિ.પ્લોટ રોડને ખુલ્લો કરાવ્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર તેમજ નાયબ કમિશનર ભાવેશભાઈ જાની એસ્ટેટ શાખાના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન મુજબ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઈજનેર નીતિનભાઈ દીક્ષિતની રાહબરી હેઠળ આજે મનપા દ્વારા શહેરના 49 દિગ્વિજય પ્લોટ તેમજ જકાતનાકા, ગોકુલ નગર ચોકડી સુધીના વિસ્તારમાં રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં ભંગારવાળા, ઝૂંપડા વાળા, ગેરકાયદેસર ગાય- ભેંસના તબેલા રોડ પર પથરાયેલા માટી- કેરળના ઢગલા વગેરેને મનપાની એસ્ટેટ શાખા એ દૂર કરી 49 દિગ્વિજય પ્લોટ રોડ ને ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular