Friday, December 5, 2025
Homeરાજ્યહાલારનથુવડલામાં એક સાથે 45 ઘેટા-બકરાંના મોતથી અરેરાટી

નથુવડલામાં એક સાથે 45 ઘેટા-બકરાંના મોતથી અરેરાટી

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં આવેલા વાડામાં રહેલા 43 ઘેટા અને બે બકરાના રાત્રિના સમયે મોત નિપજતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. જો કે,એક સાથે આટલાં પશુના મોત કઇ રીતે નિપજ્યા ? તે મોટો સવાલ છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં હઠાભાઈ કરણાભાઈ ઝાપડા નામના યુવાનના વાડામાં રાત્રિના સમયે કોઇ જંગલી જનાવર કે શ્ર્વાનએ આવીને 43 ઘેટા અને 2 બકરાં મળી 45 પશુઓને ફાડી ખાતા મોત નિપજ્યાં હતાં. સવારે ઘટનાની જાણ થતા વાડામાં 45 ઘેટા-બકરાના મૃતદેહો મળી આવ્યાં હતાં. જો કે, એક સાથે 45 ઘેટા-બકરાંના મોત કઇ રીતે નિપજ્યાં તે મોટો પ્રશ્ર્ન છે. સ્થાનિકોના તારણ મુજબ, કોઇ જંગલી જનાવર કે શ્ર્વાન દ્વારા ઘેટા બકરાઓને ફાડી ખાધાની આશંકાઓ સેવાઈ રહી છે. અગાઉ પણ ગ્રામ્ય વિસ્તારોમાં આ રીતે એક સાથે ઘેટા-બકરાઓના મોત નિપજ્યાની ઘટનાઓ બની ગઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular