Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાંથી 442 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

જામનગર શહેર-જિલ્લામાંથી 442 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

શહેરમાં 82 અને ગ્રામ્યમાં 52 મળી કુલ 134 નવા કેસ ઉમેરાયા : 24 કલાક દરમિયાન શહેરમાં 238 અને ગ્રામ્યમાં 204 દર્દી સાજા થયા: જિલ્લામાં 3 દર્દીના કોરોનાથી મોત

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે પરંતુ છેલ્લાં દશેક દિવસથી જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં અને મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 82 અને ગ્રામ્યના 52 કેસ મળી 134 કેસ નોંધાયા છે. તો 442 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 3 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં 82 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 238 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 204 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 375736 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 276815 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 3 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા 10 દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular