Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 428 દર્દી સાજા થયા, પોઝિટિવ કેસમાં ઘટાડો

જામનગર શહેર-જિલ્લામાં 428 દર્દી સાજા થયા, પોઝિટિવ કેસમાં ઘટાડો

24 કલાક દરમ્યાન શહેરમાં 327 અને ગ્રામ્યમાં 101 દર્દીની રિકવરી: શહેરમાં 149 અને ગ્રામ્યમાં 64 સહિત કુલ 213 નવા દર્દી ઉમેરાયા: શહેરમાં 4 અને ગ્રામ્યમાં 1 દર્દીનું કોરોનાથી મોત: બિનસત્તાવાર મૃત્યુઆંક 25નો

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ઘણા સમયથી વધી રહેલા કોરોના સંક્રમણમાં છેલ્લા દસેક દિવસથી બ્રેક લાગી છે અને જેમાં પોઝીટીવ કેસોની સંખ્યા ઘટતી જાય છે અને મૃત્યુઆંક પણ ઘટતો જાય છે. જ્યારે બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારાથી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેને કારણે હોસ્પિટલના તંત્રએ થોડી રાહત અનુભવી છે અને જામનગરમાં કોવિડથી થતા મૃત્યુનો આંક સતત ઘટતો જાય છે અને સ્મશાનમાં પણ હવે મૃતદેહોની કતારો જોવા નથી મળતી જે એક રાહત છે.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ઝડપી અને ઘાતક સાબિત થઇ રહી છે અને આ મહામારીમાં દરરોજ લાખો લોકો સંક્રમિત થતાં હતા અને અસંખ્ય લોકોના મોત નીપજ્યાં હતાં. છેલ્લા દસેક દિવસથી જામનગર સહિત સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર રાહતરૂપી ઘટતી જાય છે તેમજ પોઝીટીવ કેસો અને મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. જામનગર શહેર અને જિલ્લામાં બે માસથી વકરતા જતાં કોરોના સંક્રમણમાં પણ એક સપ્તાહથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને સાથે-સાથે મૃત્યુઆંક પણ ઘટતો જાય છે. છેલ્લા 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં 327 અને ગ્રામ્યમાં 101 દર્દીઓ મળી કુલ 428 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે શહેરમાં 149 અને ગ્રામ્યમાં 64 પોઝીટીવ કેસ મળી કુલ 213 પોઝીટીવ કેસો નોંધાયા છે અને શહેરમાં 4 તથા ગ્રામ્યમાં 1 મળી કુલ પાંચ દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બિનસત્તાવાર રીતે કોવિડથી 25 દર્દીઓના મોત નિપજ્યા છે.

જામનગર શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, તેની સામે ટેસ્ટીંગનું પ્રમાણ પણ ઘટ્યું હોવાનું જણાઇ રહ્યું છે. જેમાં જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 1109 પરીક્ષણોમાંથી 149 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 492માંથી 64 પોઝીટીવ કેસ નોંધાયા છે. શહેરમાં ગઇકાલ સાંજ સુધીમાં કુલ 3,68,307 લોકોના કોરોના પરીક્ષણ અને ગ્રામ્ય વિસ્તારમાં 2,70,825 લોકોના કોરોના પરીક્ષણ કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લામાં પોઝીટીવ કેસની સંખ્યાની સાથે-સાથે બિનસત્તાવાર મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. જે એક રાહત છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular