Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં 419 કોરોનાના દર્દીઓ સાજા થયા

જામનગર શહેર-જિલ્લામાં 419 કોરોનાના દર્દીઓ સાજા થયા

24 કલાકમાં શહેરમાં 150 અને ગ્રામ્યમાં 269 દર્દીઓએ કોરોનાને હરાવ્યો : શહેરમાં 383 અને ગ્રામ્યમાં 285 મળી 668 પોઝિટિવ કેસ: શહેરમાં 10 અને ગ્રામ્યમાં 7 દર્દીઓના મોત

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન 668 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 419 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને શહેરમાં 10 તથા ગ્રામ્ય વિસ્તારમાં 7 મળી કુલ 17 દર્દીઓના મોત નિપજ્યા હતાં.

- Advertisement -

રાજ્યમાં દર્દીઓનો સાજા થવાનો રેઈટ ધીમે ધીમે વધી રહ્યો છે અને બીજી તરફ વેકિસનેશનની કામગીરી પણ વધારવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 419 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જેમાં શહેરમાં 150 અને ગ્રામ્યમાં 269 દર્દીઓ સાજા થયા છે. જ્યારે જિલ્લામાં 668 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં શહેરમાં 383 અને ગ્રામ્ય વિસ્તારમાં 285 દર્દીઓ નવા ઉમેરાયા છે. જિલ્લામાં 24 કલાક દરમિયાન શહેરમાં 10 અને ગ્રામ્યમાં 7 મળી કુલ 17 દર્દીઓના કોવિડથી મોત નિપજ્યાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આજ દિવસ સુધીમાં શહેરમાં 3,14,694 અને ગ્રામ્ય વિસ્તારમાં 2,42,104 લોકોના કોવિડ પરીક્ષણ કરવામાં આવ્યા છે. જયારે બિનસત્તાવાર શહેરમાં 95 દર્દીઓના મોત નિપજ્યા હતાં.

તેમજ જામનગર શહેરમાં મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુકત કામગીરી અંતર્ગત કોવિડ ગાઈડલાઈનના ભંગ સબબ માસ્કના 12 કેસમાં રૂા.13000 ના દંડની વસૂલાત કરવામાં આવી છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સીંગ ના ભંગ સબબ 128 કેસમાં રૂા.34,200 ની રકમ વસૂલવામાં આવી છે અને દિવસ દરમિયાન કુલ 140 કેસમાં રૂા.47,200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ગત તા.22 માર્ચથી તા.26 એપ્રિલ સુધીમાં કોવિડ ગાઈડલાઈનના ભંગ સબબ માસ્કના 556 કેસમાં રૂા.5,69,500 અને સોશિયલ ડિસ્ટન્સીંગના 2515 કેસમાં રૂા.7,08,790 ના દંડની રકમની વસૂલાત કરવામાં આવી છે. આમ શહેરમાં કુલ 3071 કેસમાં રૂા.12,78,290 ના દંડની વસૂલાત કરવામાં આવી છે અને કુલ 114 મિલકતો સીલ કરવામાં આવી છે અને 253 દુકાનો કોવિડ ભંગ બદલ સીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular