જામનગર તાલુકાના રાવલસર ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ મોબાઇલ, બાઈક મળી કુલ રૂા.2,36,600 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના દરેડ ગામમાંથી રેઈડ દરમિયાન પોલીસે તીનપતિ રમતા આઠ શખ્સોને રૂા.16140 ની રોકડ સાથે આંતરી લીધા હતાં. જામનગર શહેરના નવાગામ ઘેડમાં પોલીસે જૂગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ રૂા.13350 નો રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર તાલુકાના મોટી ખાવડીમાંથી ત્રણ શખ્સોને જૂગાર રમતા પોલીસે ઝડપી લીધા હતાં. જોડિયા તાલુકાના મોરાણા ગામમાંથી પોલીસ જૂગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.11570 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગર શહેરમાં ગણપતિનગર વિસ્તારમાંથી પોલીસે જૂગાર દરોડામાં પાંચ શખ્સોને ઝડપી લીધા હતાંં. જોડિયા તાલુકાના સામપરમાંથી ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાં સિધ્ધાથનગર સોસાયટીમાંથી રેઈડ દરમિયાન જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના રાવલસર ગામની સીમમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન વેજાણંદ સાજણ લગારિયા, જયસુખ ભોજા ટોયટા, અજય ડાયા ટારીયા, બાબુ મનસા સરૈયા, સવજી ભાદા ટોયટા, ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ ઝાલા અને નટવરસિંહ જશવંતસિંહ દેદા નામના સાત શખ્સોને રૂા.56,100 ની રોકડ રકમ અને ગંજીપના તથા રૂા.30,500 ની કિંમતના સાત મોબાઇલ, રૂા. 1,50,000 ની કિંમતના ચાર મોટરસાઈકલ મળી કુલ રૂા.2,36,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં પટેલ સમાજની બાજુમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન દેવીસેહ ગણેશસેહ યાદવ, રાજેશ જગદેવ યાદવ, મહેન્દ્ર ગજરાજ કુર્મી, રાજેન્દ્ર લક્ષ્મીનારાયણ કોરી, રનમથ જગદીશ યાદવ, અનિલ કિશોર કોરી, જીતેન્દ્ર બદી યાદવ, રાજેન્દ્ર કિશોરી યાદવ સહિતના આઠ શખ્સોને રૂા.16,140 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના નવાગામ ઘેડમાં મધુવન સોસાયટી શેરી નં.2માં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા રાજેશ પ્રવિણ બોરીચા, રાહુલ મુકેશ રાઠોડ, વિપુલ લલીત કાનાબાર, ધર્મેશ રમેશ પરમાર, મયુર કિશન પરમાર, જીગ્નેશ હરીશ બારડ નામના છ શખ્સોને રૂા.13,350 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના મોટી ખાવડી રાજધાની કોમ્પલેક્ષની સામે કોમ્પલેક્ષમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તીનપતિ રમતા નુરમામદ આમદ દલ, મહાવીરસિંહ જોરુભા જાડેજા, કારુભા માનસંગ જાડેજા નામના ત્રણ શખ્સોને રૂા.13350 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જોડિયા તાલુકાના મોરાણા ગામમાં પેટ્રોલપંપ પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા લાલા મચ્છા ટોયટા, વિશાલ મહેશ થારૂકિયા અને મચ્છા ચકુ રાતડિયા નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ રૂા.11,570 ની રોકડ રકમ તથા ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છઠો દરોડો, જામનગર શહેરમાં ગણપતિનગર હનુમાન ડેરી પાસેના વિસ્તારમાં પોલીસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમી રહેલા ગોવિંદ રણછોડ ચૌહાણ, ભાવેશ પરસોતમ સોલંકી, રસીક જીવરાજ જીલિયા અને બે મહિલાઓ સહિત પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.10,150 ની રોકડ અને ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો, જોડિયા તાલુકાના સામપર ગામમાં જાહેરમાં મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન શૈલેષ ધનજી વાઘેલા, અમરશી દામજી મકવાણા, કાસમ ઈબ્રાહિમ સંઘા અને અશોક બચુ મુંડીયા નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.10,100 ની રોકડ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઠમો દરોડો, જામનગર શહેરમાં વિશાલ હોટલ પાછળ સિધ્ધાર્થનગર સોસાયટી-1માં જાહેરમાં જૂગાર રમી પૈસાની હારજીત કરતા રાજેશ બીપીનચંદ્ર જોષી, મનસુખ રામજી પરેશા, ગીરધર નથુ જોડ, સુરેશ કાના સોંદરવા અને ખેરા વીરા દુલિયા નામના પાંચ શખ્સોને રૂા.10850 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.