જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં માત્ર 3 કલાકમાં 40,000 ગુણી ધાણાની આવક થતાં ધાણા વેચવા 3 કિ.મી. સુધી ખેડૂતોની લાઇન લાગી હતી. ધાણા તેમજ વિવિધ જણસીની હાલમાં જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ભરપૂર આવક થઇ રહી છે. જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવ અને રોકડા પૈસા મળી જતાં હોય, ધાણા તેમજ વિવિધ જણસીની મબલખ આવક થઇ રહી છે. ધાણા વેચવા માટે ખેડૂતોની 3 કિ.મી. સુધીની લાઇનો લાગેલી જોવા મળી હતી. માત્ર 3 કલાકમાં જ 40 હજાર ગુણી ધાણાની આવક થઇ હતી. માર્કેટિંગ યાર્ડમાં ધાણા તથા જણસી વેચવા આવનાર ખેડૂતોને પુરતી સુવિધા મળી રહે તે માટે માર્કેટિંગ યાર્ડ પ્રમુખ દેવાભાઇ પરમાર દ્વારા કર્મચારીઓ સાથે ચર્ચા કરી સૂચનો કર્યા હતાં.