Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયઓનલાઇન ખરીદી કરવામાં 40 ટકા ભારતીયો છેતરાયા

ઓનલાઇન ખરીદી કરવામાં 40 ટકા ભારતીયો છેતરાયા

- Advertisement -

જાણીને ચોંકી જવાય એવું છે, કારણ કે, દિવાળીના તહેવારોમાં ઓનલાઈન ખરીદી કરવામાં 40 ટકા ભારતીયો છેતરાયા હતા તેવો એક સર્વેમાં ખુલાસો થયો છે.

- Advertisement -

સાયબર સલામતીમાં વૈશ્ર્વિક અગ્રણી નોર્ટન સંસ્થા વતી ધ હેરિસ પોલ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સાયબર સુરક્ષા અને ઓનલાઈન ખરીદીના વલણને વિશ્લેષણ કરતાં ભારતીય તારણો આ સર્વે દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. જે અનુસાર સર્વેમાં સામેલ બે તૃતીયાંશ ભારતીય પુખ્ત વયના લોકો તેમની અંગત વિગતો સાથે ચેડાં થયાનું માને છે. 77થી 78 ટકા લોકો માને છે કે, થર્ડ પાર્ટી રિટેલર દ્વારા છેતરપિંડી થઈ. આ ઉપરાંત ભેટ તરીકે નવીનીકૃત ઉપકરણ ખરીદવા અથવા પ્રાપ્ત કરવા અંગે ચિંતિત હતા અને તેમને ભેટ તરીકે મળેલા ડિવાઝ હેક કરવામાં આવેલાં હતા.

રિતેશ ચોપરા નોર્ટન લાઈફલોક ખાતે ભારત અને સાર્ક દેશોના નોર્ટન ડિરેક્ટર છે તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં ઓનલાઈન ખરીદી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે અને તેની સાથે ઓનલાઈન શોપિંગ કૌભાંડો, ગિફ્ટ કાર્ડ ફ્રોડ, પોસ્ટલ ડિલિવરીમાં છેતરપિંડીઓમાં વધારો થયો છે. સર્વેક્ષણમાં સામેલ લગભગ 78 ટકા ભારતીય પુખ્ત વયના લોકો સંમત થાય છે કે, તેમના કનેક્ટેડ ડિવાઈસ દ્વારા ઓનલાઈન સમય પસાર કરવાથી તેઓ તહેવારોની સિઝનમાં વધુ કનેક્ટેડ અનુભવવામાં મદદ કરે છે અને 74 ટકા લોકો કહે છે કે તેનાથી તેમની માનસિક સુખાકારીમાં મદદ મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular