Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયતામિલનાડુના થૂથુકુડીમાં 37 ઇંચ વરસાદ ખાબકયો

તામિલનાડુના થૂથુકુડીમાં 37 ઇંચ વરસાદ ખાબકયો

- Advertisement -

તમિલનાડુમાં સાઈકલોનિક સર્ક્યુલેસન સિસ્ટમ્સથી થૂથુકુડીના કાયલપટ્ટિનમમાં 24 કલાકમાં 992 મીમી એટલે કે લગભગ 37 ઇંચ (95 સે.મી.) જેવો મહા ભયાનક વરસાદ નોંધાયો છે. (આ એક દિવસમાં પડતા વાર્ષિક વરસાદ કરતાં વધુ છે). નેવી મોકલવામાં આવી.થૂથુકુડી માટે 1000 વર્ષમાં આ પ્રથમ ઘટના છે. તે ચક્રવાત પણ નથી, લો પ્રેશર પણ નથી. માત્ર એક ઞઅઈ (સાઈકલોનિક સર્ક્યુલેસન) નો વરસાદ છે. તમિલનાડુમાં 1992માં કક્કચી (માંજોલાઈ)માં નોંધાયેલ 965 મીમી પછીનો બીજો સૌથી વધુ વરસાદ છે. હિન્દ મહાસાગરમાં સર્જાયેલા ચક્રવાતને કારણે તામિલનાડુના ચાર તટીય જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે થૂથુકુડી જિલ્લાના શ્રીવૈકુંતમમાં અંદાજે 800 રેલવે મુસાફરો અટવાયા છે. રાજ્યમાં વણસથી સ્થિતિ વચ્ચે વડાપ્રધાન સાથે મુખ્યમંત્રીએ મુલાકાતનો સમય માંગ્યો છે. તામિલનાડુના ચાર તટીય જિલ્લા તિરુનેલવેલી, થૂથુકુડી, ક્ધયાકુમારી અને તેનકાસીમાં વરસાદને પગલે ભારે પૂર આવ્યુ છે. પૂરને ધ્યાનમાં રાખીને દક્ષિણ રેલવેએ 15 ટ્રેનો રદ કરી છે. જ્યારે અનેક ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular