Thursday, December 12, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં ‘આપ’નો 35 કિ.મી. લાંબો રોડ-શો !

અમદાવાદમાં ‘આપ’નો 35 કિ.મી. લાંબો રોડ-શો !

- Advertisement -

રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઉતાર્યાં છે. ત્યારે પાર્ટીના પ્રચાર અર્થે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ અમદાવાદમાં આઠ કલાકનો રોડ શો કર્યો હતો. રોડ શોના પ્રારંભે તેમણે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા જણાવ્ચું કે, ગુજરાતમાં ભાજપ દર પાંચ વર્ષે ઉમેદવાર બદલે એનું કારણ એક જ છે કે તેમના કાઉન્સિલર ભ્રષ્ટાચાર કરે છે. તેમણે દિલ્લીના વિકાસ મોડલને ગુજરાતમાં લાવવાની વાત કરી હતી.

- Advertisement -

મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એક શાનદાર પ્રદેશ છે. જેના વિકાસ માટે દિલ્લીનું મોડલ લાવીશુ. સત્તા મળશે તો દિલ્લીની જેમ ગુજરાતમાં પણ પાયાની જરૂરિયાતને પ્રાથમિકતા આપીશું.

રોડ શો પહેલા મનિષ સિસોદિયાએ પ્રત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપના શાસનમાં લોકોની સમસ્યાનો અંત ક્યારેય નથી આવ્યો. જો અમે સત્તામાં આવીશું તો શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, રોડ રસ્તા, શાળા વગરે પાયાની જરૂરિયાતને પ્રથમ પ્રાથમિકતા આપીશું, તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષને સમાન ગણાવતા બંને પક્ષ પર પ્રહાર કર્યો હતા. તેમણે જણાવ્યું હતું કે બંને પક્ષ માત્ર વિકાસની વાતો કરનાર છે. તેમણે જનતાને અપીલ કરતા જણાવ્યું કે, જો ભ્રષ્ટ તંત્રથી ત્રસ્ત હો તો અમને મત આપજો.

- Advertisement -

જ્યારે રાજ્યસભાના સંસદ સભ્ય સંજયસિંહ આવતીકાલે અમદાવાદ આવશે અને અમદાવાદથી સુરત જવા માટે રવાના થશે. જયાં તેઓ મીની બજારમાં સભા કરશે, બાદમાં પત્રકાર પરિષદ યોજીને સુદામા ચોકમાં સભા ગજવશે. રવિવારે ઉધના ઝોનમાં રોડ શો કરશે અને કતાર ગામમાં સભા કરીને દિલ્હી જવા રવાના થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular