Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરમહાપાલિકાના ત્રણ ઢોર ડબ્બામાં છ વર્ષમાં 3252 પશુઓના મોત

મહાપાલિકાના ત્રણ ઢોર ડબ્બામાં છ વર્ષમાં 3252 પશુઓના મોત

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેરમાર્ગો પર રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આ પશુઓને રણજીતસાગર સહિતના ત્રણ ડબ્બાઓમાં રાખવામાં આવે છે. પરંતુ મહાનગરપાલિકાની દેખરેખમાં ગંભીર બેદરકારીના કારણે છ વર્ષ દરમિયાન 3252 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર શહેરના રાજમાર્ગો પર વર્ષોથી રખડતા ઢોરોની સમસ્યા રહેલી છે. આ સમસ્યાનું મહાપાલિકા કાયમી નિરાકરણ કરી શકતી નથી. પરંતુ થોડા સમય માટેના નિરાકરણ કરવા રખડતા પશુઓને ઢોર ડબ્બામાં પૂરવારમાં આવે છે અને હાલમાં જ મ્યુનિસીપાલ કમિશનરની વિજયકુમાર ખરાડીની કડક સૂચના બાદ રસ્તે રખડતા ઢોરને પકડી તેના માલિકો સામે કાયદેસર પોલીસ ફરિયાદ નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ કયારેક ઢોર માલિકો મહાપાલિકાના કર્મચારીઓ પાસેથી પોતાના ઢોર બળજબરીપૂર્વક છોડાવી પણ જાય છે.
તેમજ મહાપાલિકા દ્વારા સંચાલિત ત્રણ ડબ્બાઓમાં ખીચોખીચ પશુઓને રાખવામાં આવે છે. જેના કારણે પશુઓના મોત નિપજવાની ઘટનાઓ પણ અવાર-નવાર બહાર આવતી હોય છે. જો કે, ખીચોખીચ ભરેલા પશુઓના મોત નિપજવા પાછળ અનેક સમસ્યાઓ રહેલી છે. મહાપાલિકા સંચાલિત ઢોર ડબ્બાની પરિસ્થિતિ સંદર્ભે જામનગર હિન્દુ સેના શહેર ગૌરક્ષા પ્રમુખ મહાનામ વઘેરા દ્વારા મહાનગરપાલિકા પાસેથી મંગાયેલી માહિતીઓમાં મહાપાલિકાએ આપેલા જવાબ મુજબ, છેલ્લાં છ વર્ષ દરમિયાન આ ઢોર ડબ્બામાં 3252 પશુઓના મોત નિપજ્યાનું સતાવાર જાહેર કરાયું છે. જેમાં વર્ષ 2017 દરમિયાન પકડવામાં આવેલ ગૌવંશ ની સંખ્યા 1016 છે જ્યારે વર્ષમાં પકડાયેલ ગૌવંશ માં મૃત્યુ પામેલ 535, તેવી જ રીતે વર્ષ 2018માં 1061 પકડાયેલ જેમાં મૃત્યુ 690, વર્ષ 2019 માં 1770 જેમાં મૃત્યુ 622, વર્ષ 2020 માં 2191 મૃત્યુ 432, વર્ષ 2021 માં 1967 મૃત્યુ 268 વર્ષ 2022 ના નવેમ્બર સુધીમાં 2463 મૃત્યુ 705 જેમાં પાંચ વર્ષમાં કુલ 10,475 પકડાયેલ અને મૃત્યુ ગોૈવંશ 3,252 જે 30 ટકાથી પણ વધુ મૃત્યુ આંક પહોંચેલ છે.

મહાપાલિકાએ આપેલી માહિતીમાં જ તેમની બેદરકારી સ્પષ્ટ નજરે પડે છે. જો કે, મહાપાલિકા દ્વારા હજુ સુધી ગંભીરતા દાખવવામાં આવી નથી અને આ પશુઓના મૃત્યુ સંદર્ભે હિન્દુ સેનાએ ચિંતા વ્યકત કરી હતી અને આ સમસ્યાના નિરાકરણ માટે હિન્દુ સેના મદદ કરવા તૈયાર હોવાનું મહાનગરપાલિકાને જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular