Saturday, April 11, 2026
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયા

દ્વારકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક દિવસમાં 325 ફોર્મ ભરાયા

જિલ્લા પંચાયતની 22 બેઠક માટે 108 ઉમેદવારો મેદાનમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનારી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો આપ્યો હતો. જેમાં એક દિવસમાં કુલ 325 ઉમેદવારોએ પોતાના નામાંકન ભર્યા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકો પૈકી ખંભાળિયાની 8 બેઠક માટે કુલ 36, દ્વારકાની 3 બેઠક માટે 15, ભાણવડની 4 બેઠક માટે 18 તેમજ કલ્યાણપુરની 7 બેઠક માટે 19 મળી કુલ 108 ઉમેદવારોએ તેમના ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

આ સાથે ખંભાળિયા તાલુકા પંચાયતની 24 બેઠક માટે કુલ 81, કલ્યાણપુર તાલુકા પંચાયતની 24 બેઠક માટે 122, દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠક માટે 61 અને ભાણવડ તાલુકા પંચાયતની 16 બેઠક માટે 76 મળી જિલ્લાની તમામ ચાર તાલુકા પંચાયતની કુલ 80 બેઠક માટે 340 ઉમેદવારી પત્રો ભરાયા છે.

- Advertisement -

આ ઉપરાંત ખંભાળિયા નગરપાલિકાની 36 બેઠક માટે આજે એક દિવસમાં 87 મળી, કુલ 116 ઉમેદવારો અને રાવલ નગરપાલિકાની 24 બેઠકમાં એક દિવસમાં 24 સહિત 72 ઉમેદવારી પત્રો ભરાયા છે. આમ, બંને નગરપાલિકાની કુલ 60 બેઠક માટે 181 ફોર્મ ભરાયા છે.

ભાજપ, કોંગ્રેસ સહિતના ઉમેદવારોને ગતરાત્રે છેલ્લી ઘડીએ ફોર્મ ભરવા માટેની સૂચનાઓ મળતા આજે તેઓએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા

- Advertisement -

સલાયા નગરપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં 3 ઉમેદવારો મેદાનમાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત માટે એક દિવસમાં 52, તાલુકા પંચાયત માટે 162 અને નગરપાલિકા માટે 111 મળી એક દિવસમાં 325 નામાંકન ભરાયા છે.

સોમવારે ફોર્મ ચકાસણી અને ત્યાર બાદ ફોર્મ પરત ખેંચાયા બાદ બુધવાર તા. 15 મી ના રોજ ઉમેદવારોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular