Tuesday, January 14, 2025
Homeઆંતરરાષ્ટ્રીયરશિયા-યુક્રેન યુદ્ધનો 30મો દિવસ : જાણો અત્યાર સુધીના અપડેટ

રશિયા-યુક્રેન યુદ્ધનો 30મો દિવસ : જાણો અત્યાર સુધીના અપડેટ

મે પહેલા યુદ્ધનો અંત આવી શકે

- Advertisement -

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 30 દિવસ થઇ ચુક્યા છે. ગઈકાલે નાટો સમિટ દરમિયાનઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જાહેરાત કરી હતી કે તેઓ યુક્રેનના 1 લાખ લોકોને આશરો આપશે સાથે  અબજ ડોલર મદદ માટે જાહેર કરશે. આ પહેલા અમેરિકાએ લગભગ 600 મિલિયન ડોલરની મદદ આપી છે.

- Advertisement -

હજુ સુધી બંને પક્ષો યુદ્ધને રોકવા માટે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. દરમિયાન, યુએસ રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો પર નજર રાખી રહ્યું છે. એક અધિકારીએ દાવો કર્યો છે કે રશિયાની કેટલીક મિસાઈલોની નિષ્ફળતાનો દર 60 ટકાથી વધુ છે. એટલે કે આ મિસાઈલો ટાર્ગેટને મારવામાં નિષ્ફળ રહી છે.

આ પહેલા યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો હતો કે રશિયા 9 મે સુધીમાં યુદ્ધ ખતમ કરવા માંગે છે. યુક્રેનિયન અધિકારીઓનું કહેવું છે કે 9 મે એ દિવસ છે જ્યારે રશિયા બીજા વિશ્વ યુદ્ધમાં નાઝી પર તેની જીતની ઉજવણી કરે છે. આ દિવસ રશિયામાં કોઈપણ તહેવારની જેમ ઉજવવામાં આવે છે.

- Advertisement -

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે પોલેન્ડની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ યુક્રેન સાથેની પોલેન્ડની સરહદ પર આવેલા રઝેઝોવ શહેરની પણ મુલાકાત લેશે. આ શહેર યુક્રેનિયન સરહદથી માત્ર 80 કિલોમીટરના અંતરે આવેલું છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યુક્રેન અને સહયોગી દેશોએ માનવીય સંકટની સ્થિતિ પર રશિયા વિરૂદ્ધ એક પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમાં ભારત મતદાનથી દુર રહ્યું હતું. UNGAમાં મુકવામાં આવેલા પ્રસ્તાવ બાદ મોટા ભાગના દેશોએ રશિયા વિરૂદ્ધ વોટિંગ કર્યું, સાથે જ યુક્રેન પરના હુમલાનો વિરોધ પણ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular