જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડાં સમયથી કોરોના સંક્રમણ સતત વધતું જાય છે. જિલ્લામાં દરરોજ અંદાજે 1500થી વધુ લોકોના કોરોના પરિક્ષણ થાય છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગરમાં કુલ 302 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. છેલ્લાં બે-ત્રણ દિવસથી જામનગર જિલ્લામાં દરરોજ 300 આજુબાજુ કેસો આવી રહ્યા છે. શહેરની જી.જી.હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં બેડ હાઉસફૂલ થઇ ચૂકયા છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવ દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે બેકાબૂ બનેલા કોરોના કારણે તંત્ર ઉધે માથે થયું છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન જામનગર શહેરમાં કુલ 187 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે જયારે 77 દર્દીઓએ કોરોને હરાવ્યો છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 275657 સેમ્પલનું પરિક્ષણ થયું છે. જયારે અત્યાર સુધીમાં સરકારી ચોપડે 22 દર્દીઓનું કોરોનાથી મૃત્યુ થયું છે.
જામનગર જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 115 નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જયારે 117 દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 219450 સેમ્પલનું પરિક્ષણ થયું છે. તો સરકારી ચોપડે 16 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં જામનગર ઉપરાંત બહાર ગામથી પણ દર્દીઓ વધતાં હાઉસફૂલ થઇ છે.