જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી, બીયુ પરમીશન સહિતના મુદ્દાઓને લઇ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વધુ બે શાળાઓ, 11 ટયુશન કલાસ, 13 હોસ્પિટલ તથા 4 હોટલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યાં હતાં. અત્યાર સુધીમાં કુલ 149 પ્રોપ્રર્ટીઓ સીલ કરવામાં આવી છે.
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશથી જામનગર મહાનગરપાલિકાનું તંત્ર ફાયર એનઓસી, ફાયરના સાધનો, બીયુ સર્ટીફિકેટ સહિતના મુદ્દે તપાસના કામે લાગી ચૂકયુ છે. તા.1 જૂનના બપોર બાદ થી તા.3 જૂનના બપોર સુધીમાં 58 દિ.પ્લોટમાં મહેતા હોસ્પિટલ, 17 દિ.પ્લોટમાં ડો. એમ.કે.ફલિયા હોસ્પિટલ, કાલાવડ નાકા બહાર સૈફી મેટાનીટી એન્ડ જનરલ હોસ્પિટલ, રંગુનવાલા હોસ્પિટલ, શિવહરી ટાવરમાં ડો. રાજેશ ઝાલા હોસ્પિટલ, દિ.પ્લોટમાં શ્રીજી ઈએનટી હોસ્પિટલ, ખોડિયાર કોલોનીમાં ૐ ઓર્થોપેડિક હોસ્પિટલ, અક્ષર ચિલ્ડ્રન હોસ્પિટલ, કેશવ હોસ્પિટલ, શ્રીજી વુમન હોસ્પિટલ, પાર્ટલી સીલ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક સામે ધોકાઈ કલાસીસ, કૃષ્ણનગર શેરી નં.3 માં શ્રી એકેડમી, પવનચકકી પાસે શાનદાર પ્લેહાઉસ, મયુરટાઉનશીપ પાસે સંકલ્પ કલાસીસ, પવનચકકી પાસે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, પટેલ પાર્કમાં વિકાસ ટયુશન કલાસીસ, અશોકવાટીકા પાસે રાધિકા ટયુશન કલાસીસ, હાપામાં જ્ઞાનદિપ સ્કૂલ, દિવ્યદ્રષ્ટિ કલાસીસ, ટાઉનહોલ પાસે સ્મીતા ભાટીયા કલાસીસ, દાંડિયા હનુમાન મંદિર પાસે સુપર ગે્રવીટી કલાસીસ, યુનિવર્સલ કોમ્પ્યુટર કલાસીસ, કંન્ટ્રી પ્રીયલ પ્રિસ્કૂલ ઉપરાંત ગ્રીન બ્રિન્સ હોટલ, રીધ્ધી સીધ્ધી ઢોસાવર્લ્ડ, દેશી માલધારી તથા ગ્રીન એન્ડ રેડ લીફ રેસ્ટોરન્ટ સિલ કરવામાં આવ્યાં છે.
તા.3 જૂન સુધીમાં 60 શાળાઓ, 45 કલાસીસ, 15 હોસ્પિટલ (પાર્ટલી), 29 હોટલ-રેસ્ટોરન્ટ સહિત કુલ 149 પ્રોપર્ટીઓ સીલ કરવામાં આવી છે.