Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લા પોલીસે દિવાળી કાઢી... ભંગાર વાહનોના રૂપિયા 30 લાખ ઉપજ્યા

દ્વારકા જિલ્લા પોલીસે દિવાળી કાઢી… ભંગાર વાહનોના રૂપિયા 30 લાખ ઉપજ્યા

નધણીયાતા 434 વાહનોની હરાજી તથા ભંગારની નોંધપાત્ર ઉપજ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા વાહનો કે જે નિયત સમયમાં માલિકો છોડાવવા ના આવતા તેમજ અન્ય કારણોસર પોલીસ મથકોમાં પડેલા જુના અને જર્જરીત વાહનો તેમજ ભંગારની હરાજી મારફતે જિલ્લા પોલીસ દ્વારા રૂપિયા 29.74 લાખની થયેલી આવક સરકાર માટે હાલ ફાયદા રૂપ બની છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાઓ તેમજ ટ્રાફિક વિભાગ દ્વારા કબજે કરવામાં આવેલા મુદ્દામાલના ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વિગેરે વાહનો છેલ્લા કેટલાક સમયથી જે-તે પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ વિસ્તારમાં જમા કરવામાં આવ્યા હતા. ખંભાળિયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના જુદાજુદા ગુનાઓમાં ઝડપાયેલા વાહનો બિન વારસુ બની રહ્યા હોય, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. રાઘવ જૈન તેમજ અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી કરી અને હરાજીપાત્ર આ વાહનોની માટે ચોક્કસ કમિટી બનાવી અને ધોરણસર હરાજી કરવામાં આવી હતી.

આ ભંગાર વાહનોની હરાજીના પ્રથમ ચરણમાં પોલીસ તંત્ર દ્વારા હરાજી માટે નિયત તારીખે જે-તે વાહનોની અપસેટ પ્રાઇસ નક્કી કરી, અને પ્રથમ ચરણમાં રાઉન્ડમાં કુલ 329 વાહનોની હરાજી કરવામાં આવી હતી. જેમાં પોલીસને કુલ રૂપિયા 24,57,940 (જીએસટી સહિત)ની ઉપજ થવા પામી છે.

- Advertisement -

આ ઉપરાંત બીજા ચરણમાં ભાણવડ, ઓખા અને કલ્યાણપુર પોલીસ મથકમાં કુલ 105 વાહન અને 430 કિલો વાહનોના સ્પેર પાર્ટ મળી, કરાયેલી હરાજીથી જી.એસ.ટી. સહિત કુલ રૂપિયા 5,15,660 ની ઉપજ થઈ હતી. આમ, જિલ્લા પોલીસ દ્વારા કુલ 434 વાહનો તેમજ ભંગારના સ્પેરપાર્ટ મારફતે સરકારની તિજોરીમાં રૂપિયા 29,73,600 જમા કરાવવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular