વર્ષ 2023ની સાલમાં જનતા ફાટક પાસે જામનગરમાં રહેતા ફરિયાદીની સગીર વયની પુત્રી સવારે ચાલીને શાળાએ જતી હતી ત્યારે એક ઇસમે સાયકલ લઇને આ ભોગ બનનાર બાળાનો પીછો કર્યો હતો. અને તેને રસ્તામાં રોકી સાયકલ ઉપરથી નીચે ઉતરી બીભત્સ માંગણી કરી હતી. જે ભોગ બનાર બાળાએ ડરીને ત્યાંથી મંદિરમાંથી નીકળતા ઇસમને વાત કરતાં આ ઇસમે આરોપીને પકડી લઇ સ્કૂલે જઇ ત્યાં પ્રિન્સીપાલ તથા ભોગ બનનાર બાળાના પિતાને ફોન કર્યો હતો. ત્યારબાદ પોલીસને ફોન કરતાં પોલીસે સગીરાના પિતાની ફરિયાદ સિટી ‘સી’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા આરોપી પ્રવીણ બાબુ મંડળીની ધરપકડ કરી હતી. ત્યારબાદ ચાર્જશીટ તૈયાર કરી જામનગરની સ્પે. પોકસો અને રેપ અદાલતમાં આ કેસ રજૂ કર્યો હતો.
આ કેસ ચાલવા પર આવતાં કોર્ટે આરોપીના વકીલની દલીલ તથા સરકારી વકીલની દલીલ સાંભળીને આરોપીને પોક્સોની કલમ તથા જુદી જુદી ધારાઓ હેઠળ કુલ ત્રણ વર્ષની કેદની સજા તથા રૂા. 10 હજારના રોકડ દંડની સજા ફટકારી હતી. આ કામે ભોગ બનનાર સગીરાને રૂા. 2 લાખના વળતરની સરકારી યોજના હેઠળ આપવાનો પણ હુકમ ફરમાવ્યો હતો.
સરકારપક્ષે આ કેસમાં આરોપી પ્રવીણ બાબુ મંડળી વિરૂઘ્ધ મુકેશભાઇ પી. જાન રોકાય હતા. તથા જામનગરના સ્પે. પોક્સો તથા રેપની અદાલતના જજ આર. પી. મોગરાએ હુકમ કર્યો હતો.


