Saturday, April 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઇકાલે એક દિવસમાં 288 ફોર્મ ભરાયા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગઇકાલે એક દિવસમાં 288 ફોર્મ ભરાયા

ગઇકાલે જામનગર મહાનગરપાલિકાની ચુંટણીમાં 59, જિલ્લા પંચાયત માટે 42, તાલુકા પંચાયત માટે 169 અને સિક્કા નગરપાલિકા માટે 18 ફોર્મ ભરાયા

જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ત્યારે ગઇકાલે ફોર્મ ભરવા માટે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગઇકાલે એક જ દિવસમાં જામનગર મહાનગરપાલિકા જિલ્લા અને તાલુકા પંચાયત તથા સિકકા નગરપાલિકામાં કુલ 288 ઉમેદવારી પત્રો રજૂ થયા હતાં. હજુ ભાજપા દ્વારા ગઇકાલે રાત્રે ઉમેદવારોની યાદી જાહેર થતાં આજે સવારથી ફોર્મ ભરવાનું શરૂ થયું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 64 બેઠક, જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો, જામનગર તાલુકાની 112 બેઠકો તથા સિક્કા નગરપાલિકાની 28 બેઠકો માટે ચુંટણી જાહેર થઇ ચૂકી છે. હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આગામી તા.26 એપ્રિલના મતદાન યોજાનાર છે. ગઇકાલે ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. ગઇકાલે જામનગર મહાનગરપાલિકાના 1 થી 4 વોર્ડ માટે 11 ફોર્મ, વોર્ડ નં.5 થી 8 માટે 20 ફોર્મ, વોર્ડ નં.9 થી 12 માટે 9 ફોર્મ, વોર્ડ નં.13 થી 16 માટે 19 ફોર્મ સહિત 59 ફોર્મ ભરાયા હતાં. શુક્રવાર સુધીમાં જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડ માટે કુલ 73 ફોર્મ ભરાયા છે.

જામનગર જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે ગઇકાલે 42 ફોર્મ ભરાયા હતાં. શુક્રવાર સુધીમાં કુલ 52 ફોર્મ ભરાયા છે. જામનગર જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતની બેઠકો માટે કુલ 112 બેઠકોમાં ગઇકાલે શુક્રવારે 169 ફોર્મ ભરાયા હતાં. જેમાં જામનગર ગ્રામ્યમાં 18, જામનગર તાલુકા વિકાસ અધિકારીમાં 3, કાલાવડમાં 38, લાલપુરમાં 13, જામજોધપુરમાં 40, ધ્રોલમાં 32, જોડિયામાં 25 ફોર્મ ભરાયા હતાં. શુક્રવાર સુધીમાં તાલુકા પંચાયતમાં કુલ 52 ફોર્મ ભરાયા છે. સિકકા નગરપાલિકામાં ગઇકાલે 10 ફોર્મ ભરાયા હતાં. તેમજ શુક્રવાર સુધીમાં કુલ 18 ફોર્મ રજૂ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular