Tuesday, December 16, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતમાં 27 લાખ બાળકો કોરોના ડોઝ વિહોણા

ભારતમાં 27 લાખ બાળકો કોરોના ડોઝ વિહોણા

ફરી એકવાર કોરોનાનો ભય પરેશાન કરવા લાગ્યો છે. દરરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં યુનિસેફએ સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીના મહત્વને સમજતા 55 દેશોમાંથી ભારત ટોચના ત્રણ દેશોમાં સામેલ છે. દરરોજ 68,500 બાળકો જન્મતા ભારતમાં હાલમાં 27 લાખ બાળકો એવા છે જેમને કોરોના વેક્સિનનો એક પણ ડોઝ અપાયો નથી.

- Advertisement -

યુનિસેફના સ્વાસ્થ્ય નિષ્ણાત વિવેક વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભારતમાં ઝીરો ડોઝવાળા બાળકોમાંથી 50 ટકા બાળકો 11 રાજ્યોના 143 જિલ્લાના છે. રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે વેક્સિન ન લેનારા લોકોની વસ્તી ભવિષ્યમાં ચેપનો સામનો કરી શકે છે. જે બાળકોએ એક પણ વેક્સિન ડોઝ લીધો નથી તેનું કારણ સંભવત: યોગ્ય માહિતીનો અભાવ કે અન્ય સંકોચ હોઈ શકે છે.

તેની પાછળ વેક્સિનેશન બાદ થતી આડઅસર પણ જવાબદાર છે. તેથી જ આવી શંકાઓનો જવાબ ફક્ત ફ્રન્ટલાઈન વર્કરો જ આપી શકે છે. તેમણે કહ્યું કે વૈશ્વિક મહામારી દરમિયાન 30 લાખ બાળકોને રસીનો એક પણ ડોઝ મળ્યો નહોતો. પરંતુ આ મામલે પ્રતિબદ્ધતા દર્શાવતા મોદી સરકારે વર્ષ 2020-2021 દરમિયાન મોટાપાયે અભિયાન ચલાવી ઝીરો ડોઝવાળા બાળકોને 27 લાખ સુધી ઘટાડી દીધા.

- Advertisement -

યુનિસેફે રોગપ્રતિકારક શક્તિ પર જાહેર કરેલા વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે લોકોનો અભિપ્રાય એવો હતો કે વૈશ્ર્વિક મહામારી કોવિડ-19ના ફાટી નીકળવાના સમયે 55 માંથી 52 દેશોએ બાળકોને વેક્સિન આપવાનું મહત્વ સમજ્યું ન હતું. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે 112 દેશોમાં 2019 અને 2022 વચ્ચે વિશ્ર્વભરમાં 67 મિલિયન બાળકોને વેક્સિન આપવામાં આવી ન હતી. દક્ષિણ કોરિયા, પાપુઆ ન્યુ ગિની, ઘાના, સેનેગલ અને જાપાન જેવા દેશોમાં જ્યારે મહામારી શરૂ થઈ ત્યારે એક તૃતીયાંશથી વધુ બાળકોને વેક્સિન આપવામાં આવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular