Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જીલ્લા માંથી 2515 લોકોનું સ્થળાંતર કરાયું

જામનગર જીલ્લા માંથી 2515 લોકોનું સ્થળાંતર કરાયું

2645 ફૂડ પેકેટનું વિતરણ કરાયું

- Advertisement -

- Advertisement -

‘તાઉ તે’ વાવાઝોડું દિવથી 78 કિલોમીટર દૂર છે. દિવથી 20 કિલોમીટર પૂર્વ ગુજરાતના દરિયાકાંઠે રાત્રે વાવાઝોડું ટકરાશે. આ વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદર પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડા સમયે 160 થી લઈને 185 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ,વલસાડ અને નવસારીના દરિયાકાંઠે વધુ અસર થશે. આ વાવાઝોડાને પગલે 18 મેએ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, પાટણમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

આ વચ્ચે જામનગર જીલ્લામાંથી 2515 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો સ્થળાંતર કરેલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જીલ્લામાં 2645 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જામનગર માંથી 855, ધ્રોલ માંથી 59, જોડીયા માંથી 543, કાલાવડ માંથી 398, લાલપુર માંથી 146, જામજોધપુર માંથી 64, જામનગર શહેર માંથી 450 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

- Advertisement -

ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRF ની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSF ની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular