Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં પોલીસના ચાર જૂગાર દરોડામાં 25 શખ્સો ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં પોલીસના ચાર જૂગાર દરોડામાં 25 શખ્સો ઝડપાયા

શંકરટેકરીમાંથી રૂા.21,770 ની મતા સાથે આઠ ઝડપાયા : પડાણા નજીકથી છ શખ્સોને પોલીસે જૂગાર રમતા દબોચ્યા : દરેડમાંથી જૂગાર રમતા 11 શખ્સોને દબોચી લેતી પોલીસ

- Advertisement -

જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાંથી પોલીસે જૂગાર રમતા આઠ શખસોને રૂા.21770 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરેડમાંથી જૂગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી લઇ તેની સામે જૂગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મેઘપર (પડાણા) ગામના પાટીયા પાસેથી પોલીસે બાતમીના આધારે જૂગારદરોડામાં છ શખ્સોને ઝડપી લીધા હતાં. દરેડ જીઆઈડીસી ફેસ 3 માંથી પોલીસે જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ રોકડ અને ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડામાં પ્રથમ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર રોઝી પેટ્રોલ પંપ સર્કલથી જકાતનાકા તરફ જતા રોડ પર કારખાના પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ગુડરૂ આલમ તોહીદઅલી સૈયદ, મુસ્તકીમ સાદીક શેખ, મોતીન સમીન શેખ, સઈમત બલીમ શેખ, મોહમદ જીયાઉલ નેમુદીન હક, ઉમરરાઈ યાસીમ રાઈ, કાદીર મોહસીન અંસારી અને સાજીકુલ નવરોજ રાઈ નામના આઠ શખ્સોને રૂા.21770 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ 2 ઇલેકટ્રીક ઝોન બાપા સીતારામ ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન છોટુ નન્નેભાઈ, અનિલસીંગ જગદીશસીંગ ગૌંડ, સત્યમ પરશરામ શંકરલાલ પટેલ, રામેશ્ર્વર હરી રેકવાર, ભગવાનસીંગ સોનેસીંગ ઠાકોર, નીખીલ ગોરીશંકર કડેરા નામના છ શખ્સોને રૂા.11,580 ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) ગામના પાટીયા પાસે પેટ્રોલપંપ પાછળ શિવપરા વિસ્તારમાં બાવળની નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની મળેલી બાતમીના આધારે પોલસીે રેઈડ દરમિયાન પરબત દેવશી પરમાર, કાના ઉર્ફે કિરીટઠ પાલા ચાવડા, ભાવેશ રૂડા પરમાર, વિજય ભીખા રાઠોડ, અજરણ ભીખા આંબલિયા, મનસુખ રાજા બથવાર નામના છ શખ્સોને રૂા.11330 ની રોકડ રકમ તથા ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 3 માં મહાવીર સર્કલ પાસે મામાદેવના મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મુકેશ માતાપ્રશાદ જાટપ, કૌશિક દેસરાજ શાકીયા, બીરેન્દ્ર રાજુ શાકરિયા પટવા, પ્રમોદ ગજાધર જાટપ, રાજકુમાર દોલતસિંઘ પરિહાર નામના પાંચ શખ્સોને રૂા.10560 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular