જામનગર જિલ્લાની વર્તમાન ’બિપરજોય’ વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જિલ્લાના તમામ વિભાગો જિલ્લા કલેકટર બી. એ. શાહના માર્ગદર્શન અને સંકલન સાથે સુચારુ કામગીરી કરી રહયા છે. જિલ્લાના વિવિધ સરકારી વિભાગો દ્વારા હેલ્પ લાઈન નંબર શરુ કરવામાં આવ્યા છે. જેમાં, જિલ્લા કલેકટર કચેરી ખાતે મુખ્ય ડિઝાસ્ટર ક્ધટ્રોલ રૂમના હેલ્પ લાઈન નંબર 0288- 2553404 હાલ કાર્યરત છે.
આ ઉપરાંત, જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા મોબાઈલ નંબર 7567880004 અને હેલ્પ લાઈન નંબર 0288- 2671097, ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2712307 અને 0288- 2713140, જામનગર વન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2677926, પીજીવીસીએલ વિભાગ દ્વારા મોબાઈલ નંબર 9978936124, મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2564904, જામનગર મહાનગર પાલિકાના ફ્લડ કંટ્રોલ રૂમના હેલ્પ લાઈન નંબર દ્વારા 0288- 2672208 અને 0288- 2770515, કાર્યપાલક ઇજનેરની કચેરી ઊંડ અને જળ સિંચન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 0572088 અને જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર 0288- 2670287 અત્યારે કાર્યરત છે. આ ઉપરાંત, જામનગર ગ્રામ્ય તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 0288- 2678704, કાલાવડ તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02894- 222002, જામજોધપુર તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02898- 221136, જોડિયા તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02893- 222021, ધ્રોલ તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02897- 222001 અને લાલપુર તાલુકા માટે હેલ્પ લાઈન નંબર 02895- 272222 હાલ કાર્યરત છે. તેમજ, જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા કાલાવડ તાલુકાના બાલંભડી ગામથી અને જામજોધપુર તાલુકાના વેણુ ગામથી વાયરલેસ હેન્ડસેટ દ્વારા જિલ્લા પોલીસ તંત્રની સાથે રહીને તમામ કામગીરીનું સંચાલન કરવામાં આવે છે.