Friday, January 9, 2026
Homeરાજ્યહાલારસેવક ભરૂડિયામાં ઘોડીપાસાનો જુગાર રમતાં 24 શખ્સો ઝડપાયા

સેવક ભરૂડિયામાં ઘોડીપાસાનો જુગાર રમતાં 24 શખ્સો ઝડપાયા

એલસીબીની ટીમનો દરોડો : રોકડ અને કાર તથા મોબાઇલ સહિત રૂા. 15.78 લાખનો મુદામાલ કબ્જે

લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં બે શખ્સો દ્વારા બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો અખાડો ચલાવાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન 24 શખ્સોને રૂા. 15,78,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગારના દરોડાની વિગત મુજબ લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં દોસમામદ જુમા ખીરા અને કિશન મનસુખ મકવાણા નામના બે શખ્સો બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો અખાડો ચલાવતા હોવાની એલસીબીના સુમિતભાઇ શિયાર, ભયપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

આ રેઇડ દરમિયાન એલસીબીની ટીમએ દોસમામદ જુમા ખીરા, અનવરમીયા આમદમીયા શાહમદાર, રઇશ સલીમ ખુરેશી, ગિરીશ છમનમલ રાજાણી, ઇલિયાસ ઇકબાલ ધ્રોલિયા, દિનેશ ઉર્ફે ટકો રમણિક લખિયાર, ફિરોઝ ઉર્ફે પપ્પુ હુશેન ખફી, કલ્પેશ બાલમુકુંદ પંડયા, અશરફ ઉર્ફે પીપો મામદ ખફી, હનિફ ઇસ્માઇલ હમીરાણી, અહેમદ કાસમ હાલાણી, રવજી નારણ વાઘોણા, ઇમરાન ઉર્ફે ઇભુડો પતાણી, જાવિદ ઇબ્રાહિમ ખફી, મહમદ ઉર્ફે કારો બોદુ ખીરા, જયમીન મુકેશ નરેલા, અબ્દુલ યુસુફ ખફી, જયેશ હરદાસ માંગલિયા, ચેતન રણછોડ રાઠોડ, બકુલ હેમંત કાપડી, ભાવેશ દિનેશ સામાણી, લક્ષ્મણ ઇશ્ર્વરલાલ થારવાની, નવાઝ મુસા કોટા, સંજય હરદાસ માતકા નામના 24 શખ્સોને ઝડપી લીધા હતાં. જ્યારે કિશન મનસુખ મકવાણા, અલ્પેશ ઇબ્રાહિમ અમરેલિયા નામના બે શખ્સો નાશી ગયા હતા.
એલસીબીની ટીમએ રેઇડ દરમિયાન રૂા. 6,12,000ની રોકડ, રૂા. 8 લાખની કિંમતની બે ઇકો કાર, રૂા. 1,66,000ની કિંમતના 10 મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 15,78,000નો મુદ્દામાલ કબ્જે કરી 26 શખ્સો વિરૂઘ્ધ જુગારધારાનો ગુનો નોંધી લાલપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular