દેશમાં એક તરફ ઓક્સિજનની ભારે તંગી વર્તાઈ રહી છે તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક ભારે મોટી દુર્ઘટના નિર્માણ પામી છે. નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ હતી જેથી ઓક્સિજન ન મળવાના કારણે 22 દર્દીઓના મોત થયા હતા.
સ્થાનિક પ્રશાસનના કહેવા પ્રમાણે લીકેજના કારણે આશરે અડધા કલાક સુધી ઓક્સિજન સપ્લાય ઠપ્પ થઈ ગયો હતો. આ કારણે વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીઓના મોત થયા હતા.હાલ સ્થાનિક પ્રશાસને લીકેજનું કારણ તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં કુલ 171 દર્દીઓ દાખલ હતા. ઓક્સિજન લીકેજ બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.