દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના પોલીસ કર્મીઓને વધુ એક વખત બઢતીના ઓર્ડરો કરી અને નવરાત્રી તથા દિવાળીના તહેવારો સુધાર્યા છે. જે અંતર્ગત જિલ્લાના જુદાજુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 22 આર્મડ તથા અનાઆર્મડ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા અનાઆર્મડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કમલેશભાઈ ઘેડિયા અને બાવલાભા માણેક, કલ્યાણપુરના રામાભાઈ ચંદ્રવાડીયા અને દિલીપસિંહ જાડેજા, ઓખાના પ્રવિણકુમાર વાણિયા, અર્જુનસિંહ જાડેજા અને જીતુભાઈ જામ, સલાયાના રવિભાઈ સોલંકી અને હસમુખભાઈ ચૌહાણ, હેડ ક્વાર્ટરના બાબુભાઈ સોનગરા અને ખંભાળિયાના રાજશીભાઈ કરમુરને અનાઆર્મડ પોલીસ હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપવામાં આવી છે.
આ જ રીતે આર્મડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બી.ડી.ડી.એસ.ના દેવેન્દ્રસિંહ વાળા, હેડ ક્વાર્ટરના જયશ્રીબા પરમાર અને રાજુભાઈ ઢેબરીયા, સલાયાના ગોપાલભાઈ વાઢેર, મંદિર સુરક્ષાના કુલદીપસિંહ ખુમાણ, દ્વારકાના મણિરાજદાન ગઢવી અને રાજુભાઈ ઓળકિયા, એમ.ટી. વિભાગના જયપાલસિંહ રાઠોડ, મહિલા પોલીસ મથકના ખીમાભાઈ વસરા, સાયબર સેલ વિભાગના નરેન્દ્રસિંહ રાઠોડ અને ટ્રાફિક શાખાના શક્તિસિંહ જાડેજા નામના 11 પોલીસ આર્મડ કોસ્ટેબલને આર્મડ હેડ કોન્સ્ટેબલ તરીકેના પ્રમોશનના ઓર્ડર થયા છે. ઉપરોક્ત તમામ પોલીસ કર્મચારીઓને સ્થાનિક પોલીસ મથકમાં જ પ્રમોશન સાથે કામ કરવાનું પણ વધુમાં જાહેર થયું છે.