Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીય21 ટાપુઓને ‘પરમવીરચક્ર’ વિજેતાઓના નામ અપાશે

21 ટાપુઓને ‘પરમવીરચક્ર’ વિજેતાઓના નામ અપાશે

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિના રોજ વિડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ બદલવાના સમારોહમાં હાજરી આપશે. 23મી જાન્યુઆરીના દિવસને ’વીરતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભમાં જારી કરાયેલા નિવેદન અનુસાર, મોદી આ કાર્યક્રમમાં નેતાજીના નામ પર બનેલા ટાપુ પર સુભાષ ચંદ્ર બોઝને સમર્પિત રાષ્ટ્રીય સ્મારકના મોડલનું પણ અનાવરણ કરશે.

- Advertisement -

આંદામાન અને નિકોબાર ટાપુઓના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજીની સ્મૃતિને માન આપવા માટે, 2018 માં ટાપુની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી દ્વારા રોસ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ રાખવામાં આવ્યું હતું. નીલ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું.

નિવેદન મુજબ, મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન કરમ સિંહ, સેક્ધડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ ધન સિંહ થાપાના સુબેદાર જોગીન્દર સિંઘ, મેજર શૈતાન સિંઘ, કંપની ક્વાર્ટરમાસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ અને લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બુર્જોરજી તારાપોર નામ પરથી અનામી ટાપુઓનું નામ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

- Advertisement -

અન્ય પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનારાઓમાં લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંઘ, સેક્ધડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાડે સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર મેજર (નિવૃત્ત) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ દ્વીપોનો સમાવેશ થાય છે.

વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે દેશના વાસ્તવિક જીવનના હીરોને યોગ્ય સન્માન આપવું એ હંમેશા વડા પ્રધાનની ટોચની પ્રાથમિકતા રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ભાવનામાં આગળ વધીને દ્વીપસમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓનું નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી મોટા અનામી ટાપુનું નામ પ્રથમ પરમ વીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે, બીજા સૌથી મોટા અનામી ટાપુનું નામ બીજા પરમ વીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે, વગેરે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે આ પહેલ રાષ્ટ્રના નાયકોને શાશ્ર્વત શ્રદ્ધાંજલિ હશે, જેમાંથી ઘણાએ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular