Saturday, October 19, 2024
Homeરાષ્ટ્રીયમુંબઇમાં 2053 લોકોને લાગી નકલી રસી

મુંબઇમાં 2053 લોકોને લાગી નકલી રસી

બોગસ રસીકરણના મામલે ચોંકી ઉઠેલી હાઇકોર્ટે આપ્યો તપાસનો આદેશ

- Advertisement -

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં 2 હજારથી વધારે લોકો નકલી રસીકરણ રેકેટમાં છેતરપિંડીનો શિકાર બન્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું કે 2053 લોકોને નકલી રસી લાગી છે. આના પર હાઈકોર્ટમાં તે લોકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યકત કરવામાં આવી છે જેમને આ રસી લગાવાઈ છે. બોમ્બે હાઈકોર્ટમાં રાજય સરકાર તરફથી ગુરૂવારે નકલી રસીકરણનો રિપોર્ટ રજૂ કરાયો. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા તથા જસ્ટિસ જીએસ કુલકર્ણીની કોર્ટમાં રાજય સરકારના વકીલ તથા મુખ્ય લોક અભિયોજક દીપક ઠાકરે કોર્ટને જણાવ્યું કે મુંબઈમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 9 નકલી રસીકરણ શિબિર આયોજિત કરવામાં આવી છે.

આ મામલામાં પોલીસ 4 અલગ અલગ ફરિયાદ નોંધી છે. ઠાકરેએ કોર્ટને જણાવ્યું કે લગભગ 2053 લોકો આ નકલી રસીકરણ શિબિરોનો શિકાર બન્યા છે. જેમાં બોરિવલીમાં 514, વર્સોવામાં 365, કાંવલીમાં 318, લોઅર પરેલમાં 207 અને મલાડમાં 30 સહિત અન્ય લોકો સામેલ છે. પોલીસે 400 સાક્ષીઓના નિવેદન નોંધ્યા છે. ઉલ્લેખનિય છે કે કાંદિવલી સ્થિત હિરાનંદાની હેરિટેજ સોસાયટીમાં લાગેલા નકલી રસી શિબિર મામલામાં એક ચિકિત્સક આરોપી છે. જે હજુ મળ્યો નથી. કેટલાકની ઓળખ થઈ ચૂકી છે તો કેટલાક અજ્ઞાત શખ્સોની શોધ ચાલુ છે. હાઈકોર્ટે સરકારનો રિપોર્ટ સ્વીકાર કરતા કહ્યું કે રાજય સરકાર અને બીએમસીના અધિકારીઓ પીડિતોમાં નકલી રસીની આડ અસરને લઈને તપાસ કરવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમને રસી લેનારની ચિતા છે. કોર્ટે રાજય સરકાર અને બીએમસી નિર્દેશ આપ્યા કે આ અંગે સોગંદનામું દાખલ કરી જવાબ આપે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular