31 મી ડિસેમ્બર 2023 ના સમગ્ર જામનગરમાં 2023 ના વર્ષને બાયબાય કરવા તેમજ 2024 ના વર્ષને વેલકમ કરવા સુંદર આયોજનો સાથે મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
શહેરમાં 31 ડિસેમ્બરને લઇને ઠેકઠેકાણે પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં લોકોએ ડીજેના તાલ સાથે ઘુમીને, ફટાકડા ફોડીને, કેક કટ કરીને નવા વર્ષને વેલકમ કર્યુ હતું. લોકો ફ્રેન્ડ એન્ડ ફેમીલી સાથે પોત-પોતાના ગુ્રપમાં આયોજનો સાથે જોડાઈને ઉજવણી કરી હતી. સૌ સાથે મળીને 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષના આગમનનું કાઉન્ટડાઉન સાથે કરીને ખુબ ઉત્સાહથી 2024 ના વર્ષને વેલકમ કર્યુ હતું. શહેરમાં સેવન સીઝન, ન્યુલાઈફ, કીચન એજ, રજવાડુ, ટવીન ટર્મ વગેરે સ્થળો પર ડીજે પાર્ટીના આયોજનો કરાયા હતાં. જેમાં બીઝનેસમેન લાખાભાઈ કેશવાલા તેમજ અગ્રણી બિલ્ડર નિલેશભાઈ ભુતિયા પોતાના પરિવાર સાથે જોડાયા હતાં.