જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-ર પટેલ ચોક પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે રેઇડ દરમ્યાન શૈમત બલી શેખ, સદામ મંથુ રાય, જુદીન જોતિયા, શેખ રાણા અકબર શેખ, બીરેસ બિદીયા ભાઇ યાદવ તથા ભીખા ભાણજી લાખાણી સહિત 6 શખ્સોને રૂા. 24240ની રોકડ સહિતના મુદામાલ સાથે તીનપતીનો જુગાર રમતાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગરમાં દરેડ જીઆઇડીસી પ્લોટ નંબર 4203ના કારખાનાની બહાર જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ બી પોલીસે દિવાનજી કોદરજી ઠાકોર, પરેશ કિશોર પટેલ, સોનુ ભગીરથ જાટવ, મુકેશ બાબુલાલ જાટવ સહિત ચાર શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 10,400ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
ત્રીજો દરોડો જામનગરના દરેડ જીઆઇડીસી ફેસ-ર, વિશાલચોક પાસેથી પંચ બી પોલીસે રેઇડ દરમ્યાન મફત કાનજી સોઢા, હિમાશુ બાબુ ગુપ્તા, ખીમબહાદુર, રીમબહાદુર, ભુષણ સંદિપ નંદભાઇ પંડિત, રીન્કુ સુરજ વર્મા તથા સંતોષ ભગવતી વર્મા નામના 6 શખસોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લીધા હતા અને રૂા. 6300ની રોકડ સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.
ચોથો દરોડો જામનગર શહેરમાં રંગુનવાલા હોસ્પિટલની સામેના ભાગે અગિયારી પીરના ચોકના નાકા પાસે ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સીટી એ પોલીસે રેઇડ દરમ્યાન ઇરફાન ઉર્ફે કારો સલીમ બ્લોચ, મુસ્તુફા મિયા અમીર મિયા બુખારી, મોઇન અઝીઝ ફુલવાલા 3 શખ્સોને રૂા. 6120ની રોકડ તથા રૂા. 3000ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 9120ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. રેઇડ દરમ્યાન અફીઝ ગરાણા, શબ્બીર શેખ તથા એઝાઝ સલીમ વાઘેર સહિત 3 શખ્સો નાસી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.