Tuesday, January 13, 2026
Homeસમાચારરાષ્ટ્રીયજમ્મુ કાશ્મીરમાંથી 19 હેન્ડ ગ્રેન્ડ ઝડપાયા

જમ્મુ કાશ્મીરમાંથી 19 હેન્ડ ગ્રેન્ડ ઝડપાયા

મોટો આંતકી હુમલો નિષ્ફળ: સુરક્ષાદળ દ્વારા આંતકીઓના આશ્રયસ્થાને દરોરો

જમ્મુ કાશ્મીરના સુરણકોટમાં સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષાદળો દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.જેમાં પ્રાકૃતિક ગુફા જેવા સ્થળે છુપાવાયેલા 19 હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા.જેના પગલે પૂંછમાં મોટા આતંકી હુમલાનુ કાવતરુ નિષ્ફળ બન્યુ છે.

- Advertisement -

છેલ્લા એક સપ્તાહમાં વિસ્ફોટકો મળ્યા હોવાની બીજી ઘટના છે.આ પહેલા શનિવારે ડોડા જિલ્લામાંથી પણ સુરક્ષાદળોએ વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. જોકે અધિકારીઓએ કહ્યુ હતું કે, આ મામલામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી પણ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં શાંતિ ભંગ કરવાનુ જે ષડયંત્ર હતુ તેનો પર્દાફાશ થયો છે તેમજ સુરક્ષાદળો પરનો મોટો હુમલો ટાળી શકાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular