Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 18,982 રાશનકાર્ડ શંકાસ્પદ, દ્વારકામાં 9621 !

જામનગરમાં 18,982 રાશનકાર્ડ શંકાસ્પદ, દ્વારકામાં 9621 !

રાજયભરમાં 5.59 લાખ શંકાસ્પદ રાશનકાર્ડધારકોને રાહત દરે-વિનામુલ્યે આપવામાં આવતું અનાજ બંધ

- Advertisement -

ગુજરાતભરમાં 5.59 લાખ રાશનકાર્ડ ઊપર રાહત દરનું કે નિ:શુલ્ક અનાજ લેવા પરિવારની એકપણ વ્યકિત છેલ્લા ત્રણથી માંડીને બાર મહિના દરમિયાન રાશનની દુકાને ફરકી જ નથી. આ પરિવારોના રાશનકાર્ડ સાઈલન્ટ કેટેગરીમાં મૂકીને સરકારે હવે અનાજનો જથ્થો ગેરવલ્લે જતો અટકાવવા તેમનાં રાશનકાર્ડ હાલ પૂરતાં જાહેર વિતરણ વ્યવસ્થામાં ડિસેબલ (અથવા બ્લોક) કરી દીધાં છે, જેથી હાલ પૂરતું તેમને અનાજનો સરકારી લાભ મળતો અટકશે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે આ મામલે તમામ જિલ્લા કલેકટરો અને તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓ જોગ પરિપત્ર કરીને જણાવ્યું છે કે, રાજયના 71 લાખ રાશનકાર્ડ ધારકો પૈકી વર્ષ 2020-21 અને 2021-22ના કોરોના કાળમાં જે કાર્ડધારકોએ રાહત દરના કે વિનામુલ્યે અનાજનો લાભ નથી લીધો તેવા રાશનકાર્ડ ધારકોની ખરાઇ થવી જરૂરી હોવાથી આવા કાર્ડધારોકોને ઓનલાઇન પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમમાં સાઇલન્ટ કાર્ડ તરીકે આઇડેન્ટીફાય કરીને તેને હાલ પૂરતાં પી.ડી.એમસ.માં ડિસેબલ(બ્લોક) કરાયા છે. તેમનું મૂળભૂત એનરોલમેન્ટ રદ્ નથી કરાયું પરંતુ તેમને મળવાપાત્ર જથ્થાના ઉપાડની પ્રક્રિયા માટે વાજબી ભાવની દુકાનેથી પ્રયાસ કરાશે તોઈ-એફપીએસ સીસ્ટમમાં એવો મેસેજ ડિસ્પ્લે થશે કે તમારા કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ નંબરની વિગતો સાથે મામલતદાર કચેરી કે ઝોનલ કચેરીનો સંપર્ક સાધી ઈ-કેવાય.સી.ની પ્રક્રિયા પૂર્ણ કરો. ફરજિયાત આધાર ફીડિંગ બાદ જ રાશનકાર્ડ પુન: એક્ટિવ થઈ શકશે.

આ માટેની કામગીરી ઝુંબેશ સ્વરૂપે આદરીને તા.31 ઓગષ્ટ સુધીમાં પૂર્બ્ર કરવા સૂચના અપાઈ છે. નોંધનીય છે કે તાજેતરમાં રાજય સરકારે સૂઓમોટો કાર્યવાહી આદરીને રાજયભરમાં વિકલાંગ, નિરાશ્રીત, મજૂરો સહિત દસે’ક લાખ રાશનકાર્ડ ઉપર નેશનલ નો સિક્યુરિટી એક્ટનો લાભ અપાતો હતો પરંતુ હવે એકંદર લાભાર્થી પરિવારોમાં સારો એવો ક્રાપ તોળાઈ રહ્યો છે અને હાલ અનાજ મળવાનું બંધ થઈ છે. સરકારે સાઈલન્ટ રાશનકાર્ડસની તૈયાર કરેલી સૂચિમાં આવા મહત્તમ શંકાસ્પદ રાશનકાર્ડ અમદાવાદ શહેરમાં (32963) છે, 31539 સાથે સુરત બીજાક્રમે, 29015 સાથે રાજકોટ ત્રીજા સ્થાને છે, જયારે મંત્રીઓ- નેતાઓ ખૂદ જયાં કાર્યરત છે એવા ગાંધીનગરમાં પણ 15 હજારથી વધુ રાશનકાર્ડ શંકાસ્પદ છે!

સૌરાષ્ટ-કચ્છની વાત કરીએ તો, કચ્છ 20134, સુરેન્દ્રનગર 21125, રાજકોટ 29015, જામનગર 18982, પોરબંદર 11654 ,જૂનાગઢ 17635, અમરેલી 14719, ભાવનગર 23414, મોરબી 7224, સોમનાથ 14518, બોટાદ 6719 અને દ્વારકામાં 9621 રાશનકાર્ડ શંકાસ્પદ માલૂમ પડયા હોવાનું વિભાગના આંકડાઓ જણાવે છે.

નેશનલફૂડ સિક્યુરિટી એકટ (એન.એફ.એસ.એ.) એ કોઈ યોજના નહીં, બલ્કે કાયદો છે અને તેમાંથી નામ બાકાત કરતાં પહેલાં લાભાર્થીને સાંભળવા ફરજિયાતછે પરંતુ એમ કરવા જતાં તંત્ર ખૂદ ફસાઈ પડે તેમ હોવાથી સરકારે સાઈલ્રેન્ટ કાર્ડની પઘ્ધતિ અપનાવી છે એમ કહેતાં વ્યાજબી ભાવના દુકાનદારો એવો પ્રશ્ર્ન ઉઠાવી રહ્યા છે કે આમાં જવાબદાર તંત્રવાહકો વિરૂધ્ધ કેમ કોઈ પગલાં નથી લેવાતા? 2011-20ના દાયકાના આરંભે આર્થિક મોજણી થઈ તેમાં અનેક કરોડપતિઓ પણ રાશનના લાભાર્થી તરીકે ઘૂસી ગયા હતા, જે પૈકી ઘણાં કાર્ડ હજુ રદ (કે અપગ્રેડ) નથી થયા. આ સંજાંગોમાં, સરકાર એવા કાર્ડને લાભ અપાતો બંધ કરે તે વ્યાજબી જ છે. પરંતુ કાર્ડ સરકારી અધિકારીઓની થમ્બ ઇમ્પ્રેશનથી જ ઇશ્યુ થયા હોય છે. છતાં સરકારી પગારદારોને કિલનચીટ આપી દેવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular