જામનગર શહેર ખાતે કાર્યરત 181 અભયમ હેલ્પલાઈન મહીલા ઓ માટે ખરા અર્થમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં,જાગુત નાગરીકે 181 મહીલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યુ કે, એક મહિલા સવારના પ્રેટોલ પંપ પાસે બેઠા છે. ગભરાયેલી હાલતમાં જોવા મળે છે જાગૃત નાગરિક દ્વારા પૂછતા કોઈ જવાબ આપેલ નહીં કશું નામ સરનામું જણાવેલ નહીં તેથી મદદની જરૂર છે. તુરંત જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા, પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહોચી પીડિતાને આશ્ર્વાશન આપવામા આવેલ અને તેમનો વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરી પીડિતાનું નામ સરનામું જાણવાની કોશિષ કરી હતી. પીડિતાની માનસિક સ્થિતિ ઠીક ના હોય, આથી કશું યાદ ન હોય તેથી તેમને ખાલી તેવો વાવડી ગામ ના છે મંદિરે દર્શન કરવા આવેલ હતા ને હમણાં દીકરો ,પતિ લેવા આવા ના છે તેથી તેમની રાહ જોવે છે એમ પીડિતાએ જણાવેલ વધી માહિતીના મળતા પીડિતાનો ફોટો પાડી સોશિયલ મીડિયાની મદદથી તપાસ કરતાં પીડિતાના કોઇ દૂરના સબંધી ઓળખી ગયેલ તેથી ફોન આવેલને તેમને જણાવેલ. કે તેવો પીડિતાને ઓળખે છે. તે નાની વાવડી ગામના દીકરી છે ને તેમના લગ્ન ન જામનગર થયા છે. પીડિતાના દીકરીનો ફોન નંબર તેમની પાસેથી મેળવી દીકરી સાથે વાત કરતા જાણવા મળેલ કે સવારના પીડિતા ઘરેથી નીકળી ગયા છે માનસિક સ્થિતિ ઠીક ના હોવાથી કશું યાદ રહેતું ન હોય તેથી હજુ ઘરે આવેલ નહિ તેથી તેવો પણ ચિંતા કરે છે આજુબાજુમાં તપાસ પણ કરેલ પણ કોઈ માહિતી મળેલ નહિ તેમ પીડિતાના દીકરી દ્વારા જણાવેલ પુરી વાત જાણી કાઉન્સેલિંગ કરીને પીડિતાને તેમની દીકરીના પરિવારને સોંપ્યા હતાં.
બીજીવાર આવો બનાવ ના બને તેનું ધ્યાન રાખવા તેમજ એકલા ઘરેથી બહારના જવા દેવા જણાવ્યું હતું. પીડિતાને પણ હવે પછી એકલા ઘરેથી બહાર ના જવા સમજાવ્યું હતું. આમ 78 વર્ષ ના વૃદ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવા બદલ પીડિતાના પરિવારદ્વારા 181ટીમનો આભાર વ્યકત કર્યો હતો.