જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા ચાલી રહેલ બાકી મિલકત વેરા વસુલાત કામગીરી દરમિયાન વોર્ડ નં. 13માં બે આસામીઓની મિલકત જપ્ત કરવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 91 આસામીઓ પાસેથી રૂા. 17,38,675ની વેરા વસુલાત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકતવેરા વસુલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વોર્ડ નં. 13માં બે આસામીઓની મિલકત જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વોર્ડ નં.ર માં 6 આસામીઓ પાસેથી રૂ.1,40,182 (એક આસામીનો ડયુ ડેટ ચેક રૂ.23,300), વોર્ડ નં.3 માં 3 આસામીઓ પાસેથી રૂ.1,95,850, વોર્ડ નં.4 માં 7 આસામીઓ પાસેથી રૂ.1,27,589, વોર્ડ નં.5માં 21 આસામીઓ પાસેથી રૂ.2,69,299, વોર્ડ નં.6 માં 2 આસામીઓ પાસેથી રૂ.20,730, વોર્ડ નં.8 માં 4 આસામીઓ પાસેથી રૂ.55,383, વોર્ડ નં.10 માં 6 આસામીઓ પાસેથી રૂ.1,35,609, વોર્ડ નં.11માં 1 આસામી પાસેથી રૂ.10,326, વોર્ડ નં.12 માં 4 આસામીઓ પાસેથી રૂ.1,11,520, વોર્ડ નં.13 માં 12 આસામીઓ પાસેથી રૂ.2,29,283, વોર્ડ નં.15 માં 8 આસામીઓ પાસેથી રૂ.1,90,316, વોર્ડ નં.17 માં 9 આસામીઓ પાસેથી રૂ.1,40,856 અને વોર્ડ નં.19 માં 8 આસામીઓ પાસેથી રૂ.1,11,732 સહિત કુલ-91 આસામીઓ પાસેથી કુલ રૂ.17,38,675ની વસુલાત કરવામાં આવેલ છે.


