જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.16 ના રોજ કુલ બાવન આસામીઓ પાસેથી કુલ રૂા.16.13 લાખની બાકી વેરા વસૂલાત કામગીરી કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકતવેરાની વસૂલાત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં બાકી મિલકત વેરાધારકો વિરુધ્ધ કડક ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અંતર્ગત તા.16 ના રોજ વોર્ડ નં.01 માં 1 આસામી પાસેથી રૂા.14,160, વોર્ડ નં.02 માં 4 આસામીઓ પાસેથી રૂા.78,990 વોર્ડ નં.03 માં 1 આસામીઓ પાસેથી રૂ.34,618, વોર્ડ નં.04 માં 4 આસામીઓ પાસેથી રૂ.55,460 વોર્ડ નં.05 માં 14 આસામીઓ પાસેથી રૂા.2,49,916, વોર્ડ નં.07 માં 1 આસામી પાસેથી રૂા.13,200, વોર્ડ નં.08 માં 1 આસામી પાસેથી રૂા.12,830, વોર્ડ નં.09 માં 1 આસામી પાસેથી રૂા.1,51,480, વોર્ડ નં.10 માં 03 આસામીઓ પાસેથી રૂા.2,03,360, વોર્ડ નં.11 માં 1 આસામી પાસેથી રૂા.11,020 વોર્ડ નં.12 માં 01 આસામી પાસેથી રૂા.32,120, વોર્ડ નં.13 માં 06 આસામીઓ પાસેથી રૂા.2,23,727 વોર્ડ નં.14 માં 1 આસામી પાસેથી રૂા.49,220 ,વોર્ડ નં.15 માં 6 આસામીઓ પાસેથી રૂા.3,25,108 અને વોર્ડ નં.17 માં 3 આસામીઓ પાસેથી રૂ.97,540 વોર્ડ નં.19 માં 4 આસામીઓ પાસેથી રૂા.61,065 સહિત કુલ બાવન આસામીઓ પાસેથી કુલ રૂા.16,13,814 ની વસુલાત કરવામાં આવેલ હતી.